Home> India
Advertisement
Prev
Next

White Fungus ના કારણે દર્દીના આંતરડામાં પડી ગયું કાણું, આ શહેરમાં જોવા મળ્યો દુનિયાનો પહેલો કેસ

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે વ્હાઈટ ફંગસના કારણે એક ચોંકાવનારો  કિસ્સો સામે આવ્યો છે જેમાં મોટા આંતરડા અને નાના આંતરડામાં કાણું જોવા મળ્યું છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પટિલમાં આ કેસ જોવા મળ્યો છે. હોસ્પિટલનો દાવો છે કે વિશ્વમાં આવો પહેલો કેસ છે. 

White Fungus ના કારણે દર્દીના આંતરડામાં પડી ગયું કાણું, આ શહેરમાં જોવા મળ્યો દુનિયાનો પહેલો કેસ

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે વ્હાઈટ ફંગસના કારણે એક ચોંકાવનારો  કિસ્સો સામે આવ્યો છે જેમાં મોટા આંતરડા અને નાના આંતરડામાં કાણું જોવા મળ્યું છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પટિલમાં આ કેસ જોવા મળ્યો છે. હોસ્પિટલનો દાવો છે કે વિશ્વમાં આવો પહેલો કેસ છે. 

49 વર્ષની મહિલાના આંતરડામાં કાણું પડી ગયું
49 વર્ષની મહિલાને પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા ઉઠ્યા બાદ આ મહિનાની 13 તારીખે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા કેન્સરથી પીડિત હતી અને થોડા સમય પહેલા જ તેની કિમોથેરપી પણ થઈ હતી. જ્યારે હોસ્પિટલમાં મહિલાનું સીટીસ્કેન કરવામાં આવ્યું તો  ખબર પડી કે આંતરડામાં કાણું છે. 

ચાર કલાક સુધી ચાલેલી સર્જરીમાં કાણું પૂરવામાં આવ્યું
સર ગંગારામ હોસ્પિટલના મેટ ઓફ સિવર, Gastroenterology and Pancreaticobitry Sciences ડિપાર્ટમેન્ટના ડો.(પ્રો) અમિત અરોડાએ જણાવ્યું કે ચાર કલાક સર્જરી ચાલ્યા બાદ મહિલાના ફૂડ પાઈપ, નાના આંતરડા અને મોટા આંતરડામાં પડેલા કાણાને પૂરવામાં આવ્યા. ત્યારબાદ જ લીક્વિડ લીકેજને પણ રોકવામાં આવ્યું. 

SGPGI ના ડાયરેક્ટર ડો. આરકે ધીમાનનું મોટું નિવેદન, 'બ્લેક ફંગસ નામની કોઈ વસ્તું જ નથી'

વ્હાઈટ ફંગસથી આંતરડામાં કાણાનો પહેલો કેસ
ડો.અરોડાએ કહ્યું કે સ્ટેરોઈડના ઉપયોગ બાદ બ્લેક ફંગસ દ્વારા આંતરડામાં કાણું પડવાના કેટલાક કેસ હાલમાં જ સામે આવ્યા છે. પરંતુ વ્હાઈટ ફંગસ દ્વારા કોવિડ-19 ઈન્ફેક્શન બાદ ફૂડ પાઈપ, નાના આંતરડા, અને મોટા આંતરડામાં કાણું પડી જવાનો આ દુનિયાનો પહેલો કેસ છે. 

Covid-19 Updates: કોરોના ચકમો આપી રહ્યો છે! છેલ્લા 24 કલાકમાં 3800થી વધુ દર્દીના મોત, આટલા નવા કેસ

દેશમાં બ્લેક ફંગસના લગભગ 12 હજાર નજીક કેસ
ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકોરમાઇકોસિસના સતત વધી રહેલા કેસોએ નવી ચિંતા ઉભી કરી છે. તાજા સરકારી આંકડા પ્રમાણે દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 11 હજાર 717 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં છે. ગુજરાતમાં બ્લેક ફંગસના સૌથી વધુ 2 હજાર 859 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2770 અને આંધ્ર પ્રદેશમાં 768 કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ એક ટ્વીટ કરી આ જાણકારી આપી છે. દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 620 કેસ આવી ચુક્યા છે. તેની જાણકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More