Home> India
Advertisement
Prev
Next

આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપની 2023માં યજમાની કરશે ભારત, ચોથી વખત મળી તક

આ ચોથી વખત છે જ્યારે ભારતને હોકી વર્લ્ડ કપનું યજમાન પદ મળ્યું છે. આ અગાઉ ભારતે 1982, 2010 અને 2018માં પણ આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપનું આયોજન કરી ચૂક્યું છે

આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપની 2023માં યજમાની કરશે ભારત, ચોથી વખત મળી તક

લુસાને(સ્વિટ્ઝરલેન્ડ) : ભારતીય હોકી પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. ભારતને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય હોકી વર્લ્ડ કપની યજમાની મળી છે. આ વર્લ્ડ કપ 2023માં યોજાશે. ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં આ જાહેરાત કરી હતી. સાથે જ મહિલા હોકી વર્લ્ડ કપ-2022ની મેજબાની સંયુક્ત રીતે સ્પેન અને નેધરલેન્ડ્સને સોંપવામાં આવી છે. 

આ ચોથી વખત છે જ્યારે ભારતને હોકી વર્લ્ડ કપનું યજમાન પદ મળ્યું છે. આ અગાઉ ભારતે 1982 (મુંબઈ), 2010 (નવી દિલ્હી) અને 2018 (ભુવનેશ્વર)માં પણ આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપનું આયોજન કરી ચૂક્યું છે. જોકે, અફસોસની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન વધુ સારું રહ્યું નથી. હોકીમાં 8 વખત ઓલિમ્પિક ગોલ્ડ જીતનારું ભારત 1975માં માત્ર એક વકત જ હોકી વર્લ્ડ કપ જીતી શક્યું છે. 

ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH)ના એક્ઝીક્યુટીવ બોર્ડે શુક્રવારે નિર્ણય લીધો છે કે, 2023માં યોજાનારા આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપની યજમાની ભારત કરશે. સ્પેન અને નેધરલેન્ડ્સ સંયુક્ત રીતે મહિલા હોકી વર્લ્ડ કપની યજમાની કરશે. મહિલા વર્લ્ડ કપ 2022માં યોજાશે. 

એફઆઈએચ (FIH)એ જણાવ્યું કે, અત્યારે માત્ર યજમાન દેશ અંગે જ નિર્ણય લેવાયો છે. હવે યજમાન દેશે એ નક્કી કરવાનું છે કે કયા-કયા શહેરમાં તેઓ વર્લ્ડ કપની મેચોનું આયોજન કરશે. પુરુષ હોકી વર્લ્ડ કપ 2023માં 13 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી વચ્ચે રમાશે. મહિલા હોકી વર્લ્ડ કપ 2022માં 1થી 17 જુલાઈ દરમિયાન યોજાશે. 

પુરુષ અને મહિલા હોકી વર્લ્ડ કપ, બંનેમાં 16-16 ટીમ ભાગ લેશે. યમજાન અને પાંચ કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપના ચેમ્પિયન વર્લ્ડ કપ માટે જાતે જ ક્વોલિફાય કરશે. અન્ય 10 ટીમ ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ દ્વારા પોતાનું સ્થાન પાકું કરશે. 

ભારતની મહિલા અને પુરુષ હોકી ટીમોએ તાજેતરમાં જ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. ઓલિમ્પિક ગેમ્સ આવતા વર્ષે જાપાનમાં યોજાનારી છે. હવે હોકી વર્લ્ડ કપનું યજમાન પદ મળવાની જાહેરાતથી ભારતીય હોકી પ્રેમીઓ આનંદવિભોર થઈ ગયા છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More