Home> India
Advertisement
Prev
Next

Himachal Pradesh: ખંમીગર ગ્લેશિયરમાં ફસાયા 12 ટ્રેકર્સ, 2ના મોત, હેલિકોપ્ટર પણ પહોંચવામાં અસફળ

હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ (Himachal Pradesh Spiti Valley) માં ટ્રેકિંગ માટે ખંમીગર ગ્લેશિયર (Khemenger Glacier) ગયેલા 16 ટ્રેકર્સની ટુકડીના 12 સભ્ય હજુપણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે જિલ્લા વહિવટીતંત્રએ ખાસ અભિયાન શરૂ કર્યું છે.

Himachal Pradesh: ખંમીગર ગ્લેશિયરમાં ફસાયા 12 ટ્રેકર્સ, 2ના મોત, હેલિકોપ્ટર પણ પહોંચવામાં અસફળ

શિમલા: હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ (Himachal Pradesh Spiti Valley) માં ટ્રેકિંગ માટે ખંમીગર ગ્લેશિયર (Khemenger Glacier) ગયેલા 16 ટ્રેકર્સની ટુકડીના 12 સભ્ય હજુપણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે જિલ્લા વહિવટીતંત્રએ ખાસ અભિયાન શરૂ કર્યું છે. તેના માટે 32 સભ્યોના બચાવદળની રચના કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉંચાઇ પર બિમારીના લીધે બે ટ્રેકર્સના મોત થયા છે. 

બચાવ દળમાં આઇટીબીપીના જવાન અને મેડિકલ ટીમ
પગપાળા ચાલીને સોમવારે કાજા પહોંચેલા બે ટ્રેકર્સ સાથે સ્થાનિક વહિવટી તંત્રને મળતી માહિતી અનુસાર 12, લોકોનું એક ગ્રુપ બહાર નિકળવા માટે રાહ જોઇ રહ્યું હતું. લાહૌલ સ્પીતિના ડીસી નીરજ કુમારે કહ્યું કે 'તેમણે અમને જણાવ્યું હતું કે રસ્તામાં બે ટ્રેકર્સના મોત થઇ ગયા છે. ફસાયેલા લોકોને કાઢવા માટે અમે 32 સભ્યોની બચાવ ટુકડીની રચના કરી છે. જેમાં 16 આઇટીબીપીના જવાન, છ ડોગરા સ્કાઉટ્સ અને એક મેડિકલ ટીમ સામેલ છે.  

Price Hike: મોંઘવારીનો વધુ એક માર, હવે CNG-PNG નો વારો, જાણો કેટલી વધશે કિંમત

ખરાબ વાતાવરણના લીધે પહોંચી શક્યું નહી હેલિકોપ્ટર
ડીસી નીરજ કુમારે કહ્યું કે હેલિકોપ્ટરની મદદ વડે તેમને બચાવવાના પ્રયાસ કર્યા, પરંતુ ખરાબ હવામાનના કારણે સફળ થઇ શક્યા નથી. સાત ટેકર્સ પશ્વિમ બંગાળના હદયપુરના અરેટે પર્વાતારોહણ ફાઉન્ડેશન (ક્લબ) ના છે, જે ઇન્ડીયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશનમાં રજિસ્ટર્ડ છે. તે 11 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર વચ્ચે પારાહિયો કર્નલ અને હોમ્સ કર્નલ સુધી ટ્રેકિંગ કરવાના હતા. 

'Taarak Mehta'... ના આ એકટરને ઓળખ્યો તમે? રિયલ લાઇફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન

6 દિવસમાં પુરૂ થશે રેસ્ક્યૂ ઓપરેશન
ખંગીગર ગ્લેશિયર (Khemenger Glacier) માં ફસાયેલા 12 ટેકર્સને બચાવવા માટે રેક્સ્યૂ ઓપરેશન પિન ઘાટીના કાહ ગામથી શરૂ થશે. રેસ્ક્યૂ ટીમ પહેલાં દિવસે 28 સપ્ટેમ્બરના રોજ કાહથી ચંકથાંગો, બીજા દિવસે ચંકથાંગોથી ઘાર થાંગો અને અંતિમ દિવસે ધારથાંગોથી ગ્લેશિયર પહોંચશે. રેક્સ્યૂ ટીમ ટ્રેકર્સને બચાવી ત્રીજા દિવસે ખંમીગરથી કાહ પહોંચશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More