Home> India
Advertisement
Prev
Next

કર્ણાટક: હિજાબ મુદ્દે ટીચર અને સ્ટુડન્ટ્સના વાલીઓ વચ્ચે થઈ ઉગ્ર દલીલો, વીડિયો વાયરલ 

કર્ણાટકમાં શાળાઓ આજથી ફરી ખુલી છે. કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ મુજબ વિદ્યાર્થીઓને કોઈ પણ ધાર્મિક પ્રતિક વગર શાળાઓમાં પ્રવેશ મળશે. પરંતુ આ બધા વચ્ચે કર્ણાટકના માંડ્યામાં વિદ્યાર્થીનીઓના વાલીઓ શાળાના ગેટ પર મહિલા ટીચર સાથે ચર્ચામાં ઉતરેલા જોવા મળ્યા. 

કર્ણાટક: હિજાબ મુદ્દે ટીચર અને સ્ટુડન્ટ્સના વાલીઓ વચ્ચે થઈ ઉગ્ર દલીલો, વીડિયો વાયરલ 

માંડ્યા: કર્ણાટકમાં શાળાઓ આજથી ફરી ખુલી છે. કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ મુજબ વિદ્યાર્થીઓને કોઈ પણ ધાર્મિક પ્રતિક વગર શાળાઓમાં પ્રવેશ મળશે. પરંતુ આ બધા વચ્ચે કર્ણાટકના માંડ્યામાં વિદ્યાર્થીનીઓના વાલીઓ શાળાના ગેટ પર મહિલા ટીચર સાથે ચર્ચામાં ઉતરેલા જોવા મળ્યા. 

હિજાબ સાથે શાળામાં પ્રવેશ પર રોક
અત્રે જણાવવાનું કે કર્ણાટકના માંડ્યામાં રોટરી સ્કૂલની બહાર વાલીઓએ એક મહિલા ટીચર સાથે દલીલો કરી. વિદ્યાર્થનીઓ હિજાબ પહેરીને શાળામાં પ્રવેશવાની કોશિશ કરી રહી હતી. ત્યારે શિક્ષકે તેમને રોક્યા. જેને લઈને ટીચર અને વાલીઓ વચ્ચે દલીલો થવા લાગી. 

વાલીઓ કેમ દલીલમાં ઉતર્યા?
એક વાલીએ કહ્યું કે અમે ક્લાસમાં સ્ટુડન્ટને જવા દેવાની મંજૂરી માંગી રહ્યા છીએ. ક્લાસરૂમમાં જઈને હિજાબ હટાવી શકાય છે. પરંતુ તેઓ હિજાબ સાથે એન્ટ્રી જ નથી આપતા. 

વિદ્યાર્થીનીઓને હિજાબ ઉતારવા કહ્યું
આ ઉપરાંત મૈસૂરના નિઝામિયા સ્કૂલમાં શાળા મેનેજમેન્ટે વિદ્યાર્થીનીઓને શાળા કેમ્પસમાં એન્ટ્રી કરતા પહેલા પોતાનો બુરખો અને હિજાબ ઉતારવા માટે કહ્યું તો વિદ્યાર્થીનીઓએ પોતાનો બુરખો અને હિજાબ ઉતારી નાખ્યા તથા યુનિફોર્મમાં ક્લાસમાં જતી રહી. જો કે કલબુલ્ગી જિલ્લાના જેવરગીની સરકારી ઉર્દૂ સ્કૂલની વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને ક્લાસમાં સામેલ થઈ. પરંતુ ટીચર્સે વિદ્યાર્થીનીઓને હાઈકોર્ટના આદેશ અંગે જણાવ્યું અને તેમને હિજાબ હટાવવા માટે કહ્યું. 

અત્રે જણાવવાનું કે કર્ણાટક હાઈકોર્ટ આજે ક્લાસમાં હિજાબ પહેરવાની મંજૂરી માંગનારી અરજી પર ફરી સુનાવણી કરી રહી છે. પોતાના વચગાળાના આદેશમાં બેન્ચે વિદ્યાર્થીઓને હિજાબ સાથે ભગવા શાલ કે કોઈ પણ અન્ય ધાર્મિક પ્રતિક પહેરવા પર રોક લગાવી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More