Home> India
Advertisement
Prev
Next

IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

IMD Rain Alert: હવામાન વિભાગની આ આગાહી સાચી પડી તો કેટલાક રાજ્યોમાં ફરીથી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ સિવાય ભારતના પશ્ચિમી, ઉત્તરી પશ્ચિમી અને મધ્ય પૂર્વ ભાગમાં પણ ચોમાસાની અસર દેખાશે. દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને પૂરની સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. 

IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

IMD Rain Alert: મેઘરાજા મૂડમાં હોય તેમ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક રાજ્યોમાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદને લઈને સૌથી મોટું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ દરમિયાન બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ રાજ્યોને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હાલ દિલ્હી એનસીઆર, યુપી, બિહાર, બંગાળ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં વરસાદ સતત વરસી રહ્યો છે.  

આ પણ વાંચો: 

ક્યારેક ઓછો વરસાદ, ક્યારેક વધુ; ચોમાસાના કાળાડિંબાગ વાદળોમાં કેટલું હોય છે પાણી?

બજારમાંથી આડેધડ પ્લાસ્ટિકની બોટલ ન ખરીદતા, આ નંબર ચેક કરો, 1 હોય તો તરત ફેંકી જ દો!

100 વર્ષના વદ્ધા પીએમ મોદીની યોજનાઓથી એટલા પ્રભાવિત કે મંદિરમાં રાખ્યો પીએમનો ફોટો

વરસાદના કારણે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ભારે વરસાદના કારણે અહીંના કેટલાક રસ્તા પણ બંધ થયા છે. જવામાં આગામી પાંચ દિવસ દરમિયાન પણ ધોધમાર વરસાદ રહે તેવી આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણ વરસાદી રહેશે. બધા જ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને પણ સલાહ આપી છે કે આ સપ્તાહમાં તેઓ પોતાના પાકને પાણીથી બચાવવાની વ્યવસ્થા કરી રાખે. 

આ રાજ્યમાં પહોંચવાનું છે ચોમાસુ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તરી અરબમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં આ ચોમાસુ જમ્મુ કશ્મીર રાજસ્થાન પંજાબ અને ગુજરાત સુધી પહોંચી શકે છે. જેને લઈને આ રાજ્યોમાં ફરીથી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ સિવાય ભારતના પશ્ચિમી ઉત્તરી પશ્ચિમી અને મધ્ય પૂર્વ ભાગમાં પણ ચોમાસાની અસર દેખાશે. દેશના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે.

મધ્યપ્રદેશના આઠ જિલ્લા માટે એલર્ટ

હવામાન વિભાગ એ જે ચેતવણી જાહેર કરી છે તેમાં આગામી પાંચ દિવસ માટે ઓરિસ્સા, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ અને કોંકણ ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જોકે આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને મધ્યપ્રદેશના આઠ જિલ્લા માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે જેને લઈને યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More