Home> India
Advertisement
Prev
Next

મુંબઈમાં મુશળધાર વરસાદ, નાસિકમાં 3 બાળકો સહિત 5ના મોત

હવામાન વિભાગે આગામી બે દિવસમાં મોનસૂન મહારાષ્ટ્ર અને ગોવા પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ખાનગી એજન્સી સ્કાઇમેટના અનુસાર આઠ થી દસ જૂન વચ્ચે મધ્ય પશ્વિમી તટ અને ખાસ કરીને મુંબઇમાં વરસાદના અણસાર છે. 

મુંબઈમાં મુશળધાર વરસાદ, નાસિકમાં 3 બાળકો સહિત 5ના મોત

મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. સોમવારે રાત્રે પણ મુંબઇનાં વિવિધ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થશે. થોડા દિવસથી બફારાના કારણે ત્રાસેલા મુંબઈકરાઓને આખરે રાહત મળી હતી. મુંબઈ પહેલાથી જ પોતાના ધોધમાર વરસાદના કારણે જાણીતું છે અને એ જ પ્રમાણે પ્રથમ વરસાદ એવો ખાબક્યો કે આખા મુંબઈમાં પાણી પાણી થઈ ગયું.

મુંબઈના મોટાભાગના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા. ઘણા સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહનો ફસાઈ ગયા. તો ટ્રાફિક જામ થતાં રોડ પર વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી. બદલાપુર, ડોંબીવલી, વિક્રોલી અને માલાબારમાં જોરદાર પવન સાથે મૂશળધાર વરસાદના લીધે કેટલાક વિસ્તારોમાં લાઈટો પણ ગૂલ થઈ હતી. હવે આગામી 48 કલાકમાં વિધિવત રીતે ચોમાસુ બેસતાં ગુજરાતમાં પણ વિધિવત રીતે ચોમાસું બેસે તેવી શક્યતા વ્યકત કરાઇ છે.

શહેરના કેટલાક ભાગોમાં સોમવારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો અને વિજળીના ચમકારા થયા જેના લીધે કેટલાક સ્થળોએ આગની ઘટનાઓ સર્જાઇ. બૃહદ મુંબઇ મહાનગર પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે એક નિવદેનમાં જણાવ્યું હતું કે અંધેરીમાં વધુમાં વધુ 46 મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે દહીસરમાં 43, ધારાવીમાં 39 અને બાયકુલામાં 33 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. 39 સ્થળો પર ઝાડ ઉખડવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે તથા ધારાવી અને દાદર ટીટી સર્કલ પર ટ્રાફીક જામ સર્જાયો હતો. આ ચોમાસા પહેલાનો વરસાદ હોવાનું ગણવામાં આવી રહ્યું છે. મુંબઇમાં આગામી કેટલાક દિવસો સુધી વાદળો છવાઇ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

VIDEO:​ મુંબઈમાં ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી

હવામાન વિભાગે આગામી બે દિવસમાં મોનસૂન મહારાષ્ટ્ર અને ગોવા પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ખાનગી એજન્સી સ્કાઇમેટના અનુસાર આઠ થી દસ જૂન વચ્ચે મધ્ય પશ્વિમી તટ અને ખાસ કરીને મુંબઇમાં વરસાદના અણસાર છે. સરકારે કહ્યું કે માનસૂન ગતિ પકડી રહ્યું છે અને કેરલ, તટીય કર્ણાટક અને ગોવામાં સાત જૂનથી વરસાદ પડશે. હવામાન વિબહગે દસ જૂન પછી આ વિસ્તારોમાં પૂરની આશંકા વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગના અનુસાર મોનસૂન પોતાના નિર્ધારિત સમયથી ત્રણ દિવસ પહેલાં 29 મેના રોજ કેરલ પહોંચ્યું હતું અને તમિલનાડુ તથા બંગાળની ખાડીના દક્ષિણ પશ્વિમ, પશ્વિમ-મધ્ય, ઉત્તર પૂર્વ અને દેશના ઉત્તર પૂર્વી રાજ્યો તરફ આગળ વધી ચૂક્યું છે. 

અમરેલીમાં ધીમી ધારે અડધો ઈંચ વરસાદ, રાજ્યમાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ 

ભારત હવામાન વિજ્ઞાન વિભાગે પોતાના બુલેટીનમાં જણાવ્યું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ પશ્વિમી મોનસૂનના દક્ષિણી પ્રાયદ્રીપ, બંગાળની ખાડી, અસમ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરાના બાકીના ભાગો તથા મેઘાલયના કેટલાક ભાગો સાથે પશ્વિમ બંગાળના હિમાલય તટીય વિસ્તારોમાં આગળ વધવા માટે યોગ્ય સ્થિતિ છે. 

નાસિકમાં 5 લોકોના મોત
નાસિક મંડળમાં રવિવારે થયેલા વરસાદ સંબંધિત ઘટનાઓમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. નાસિક મંડલમાં ધૂલે, જલગાંવ, નંદુબાર, અહમદનગર અને નાસિક જિલ્લામાં આવે છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ધૂલે જિલ્લામાં એક ઝાડ પડવાથી તેની નીચે દબાઇને 32 વર્ષીય મહિલા અને તેના ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. એક અન્ય ઘટનામાં નાસિક જિલ્લાની ઇગતપુરી તાલુકાનાના અંબેવાડીમાં વિજળી પડવાથી 27 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More