Home> India
Advertisement
Prev
Next

મુંબઇમાં ભારે વરસાદથી જનજીનવ પર અસર, આજે બપોરે આવી શકે છે હાઈટાઈડ

માયાનગરી મુંબઇમાં જ્યાં ગણપતિ ઉત્સવન ધૂમ છે ત્યાં ગત રાત્રીએ થયેલા ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઇ છે

મુંબઇમાં ભારે વરસાદથી જનજીનવ પર અસર, આજે બપોરે આવી શકે છે હાઈટાઈડ

મુંબઇ: માયાનગરી મુંબઇમાં જ્યાં ગણપતિ ઉત્સવન ધૂમ છે ત્યાં ગત રાત્રીએ થયેલા ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઇ છે. મુંબઇના કિંગ સર્કલ, માટુંગા, પરેલ અને અંધેરીના માર્ગો પર પાણી ભરાઇ ગયા છે. આ સાથે જ મુબંઇના નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા છે. ત્યારે તંત્રએ આજે સમુદ્રમાં હાઈટાઈડની ચેતવણી આપી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આજે (મંગળવારે) બપોરે 2 વાગ્યે 41 મીનીટ પર 4.54 મીટરના મોજા ઉછળી શકે છે. તંત્રએ તેના માટે એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો:- Live: નવી મુંબઇની પાસે ઉરણના LPG પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત

તમને જણાવી દઇએ કે છેલ્લા થોડા સમયથી મુંબઇમાં વરસાદ પડી રહ્યો ન હતો. પરંતુ ગત રાત્રીએ સતત કટેલાક કલાકો સુધી વરસાદ ખાબક્યો હતો. Zee Mediaના સંવાદદાતા નિલેશ શુક્લાએ મંગવાર સવારે 5 વાગે મુંબઇના કિંગ સર્કલ વિસ્તારથી જમમાવ્યું હતું કે તે જગ્યા પર પાણી ભરાઇ ગયા છે.

આ પણ વાંચો:- દિલ્હી: સીલમપુરમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, 3 ઈજાગ્રસ્ત

તમને જણાવી દઇએ કે, ચોમાસું શરૂ થવાની સાથે જ મુબંઇમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થવાના સમાચાર સતત મળી રહ્યા હતા. ગત મહિને સમગ્ર દેશમાં આવેલા પૂરના સમાચારો વચ્ચે મહારાષ્ટ્રથી પણ પુરના કારણે જાનમાલને ઘણું નુકસાન થયું હતું. વરસાદના કારણે મુબઇની કેટલીક ઇમારોત ધરાશાયી થાવના સમાચાર આવ્યા હતા.

fallbacks

(આજથી એક મહિના પહેલા મુંબઇની કંઇક આવી તસવીરો સામે આવી હતી)

આ પણ વાંચો:- ઇન્ડિયા ગેટ પાસે અકસ્માત, આઇસ્ક્રીમ ખાઇ રહેલા પિતા-પુત્રી પર ટ્રક ફરી વળ્યો

ઓગસ્ટ મહિનાની શરુઆતમાં થયેલા ભારે વરસાદ બાદ મુંબઇમાં જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદના કારણે કેટલીક ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. જ્યારે મુંબઇ આવતા જતા વિમાનોને નજીકના એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. ત્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે પુરની સ્થિતિ સર્જાઇ હતી. એટલા માટે તંત્રએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. કેમ કે, આવી સ્થિતિમાં પણ પરિસ્થિતિથી ઇનકાર કરવામાં આવી શકે નહીં. કે કે, વરસાદના કારણે ક્યાંક જૂના મકાનો અથવા દિવાલો ધરાશાયી થઇ શકે છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More