Home> India
Advertisement
Prev
Next

દુકાનદારો સાવધાન, Covid-19 ને રોકવા તમારા માટે જાહેર કરાઈ ખાસ SOP

દુકાનદારો સાવધાન, Covid-19 ને રોકવા તમારા માટે જાહેર કરાઈ ખાસ SOP
  • હકીકતમાં, માર્કેટ પ્લેસ પર ભારે ભીરભાડને પગલે કોરોના વાયરસ સંક્રમણે ફેલાવાનો ખતરો વધુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપી (Standard operating procedure) જાહેર કરી

નવી દિલ્હી/બ્યૂરો :સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોવિડ 19 ના 38772 નવા કેસ સામે આવ્યા છે અને તેની સામે 45333 દર્દીઓ રિકવર થયા છે. દેશમાં અત્યાર સુધી 88,87,600 લોકો સંક્રમણમાંથી બહાર આવી ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે, સ્વસ્થ થનારા દર્દીઓ અને સારવાર લઈ રહેલા દર્દીઓની વચ્ચે અંતર વધી રહ્યું છે. દેશમાં 4,46,952 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે, સંક્રમણના કુલ કેસના અંદાજે 4.74 ટકા છે. આ વચ્ચે કોવિડ 19 ને રોકવા માટે સ્વાસ્તય મંત્રાલય તરફથ માર્કેટ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 

રિટેલ અને હોલસેલ માર્કેટ માટે SOP
હકીકતમાં, માર્કેટ પ્લેસ પર ભારે ભીરભાડને પગલે કોરોના વાયરસ સંક્રમણે ફેલાવાનો ખતરો વધુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપી (Standard operating procedure) જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, આ ગાઈડલાઈન રિટેલ અને હોલસેલ માર્કેટ બંને પર લાગુ થાય છે. એસઓપ અંતર્ગત કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર માર્કેટ ખોલવાની પરમિશન આપવામાં આવી છે. હેલ્થ મિનીસ્ટ્રીએ નવી ગાઈડલાઈનની માહિતી પોતાના અધિકારીક ટ્વિટર પેજ પરથી આપી છે. 

ઘરમાં રહેવાની સલાહ અપાઈ
સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત એ લોકોને પણ ઘરમાં રહેવાની સલાહ અપાઈ જેઓ ગંભીર બીમારીથી પીડિત છે. નવી ગાઈડલાઈનમા ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી નાની ઉમરના બાળકોને પણ ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. આ ગાઈડલાઈનને લઈને એન્ફોર્સમેન્ટ એજન્સીઓને યોગ્ય પગલા લેવાની સૂચના અપાી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ દરરોજ હજારો લોકોને કોવિડ 19ને હળવાશમાં ન લેવાની સલાહ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More