Home> India
Advertisement
Prev
Next

હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો, યોગી સરકારે આપ્યા તપાસના આદેશ

ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના થઈ છે. અહીં ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત થયા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત છે. 

હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો, યોગી સરકારે આપ્યા તપાસના આદેશ
Updated: Jul 02, 2024, 07:01 PM IST

હાથરસઃ ઉત્તર પ્રદેશના ભોલે બાબાના સત્સંગ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 107 કરતા વધુ લોકોના મોત થયા છે. આ સાથે અનેક લોકો ઈજાગ્રસ્ત છે.  મૃત્યુ પારમનારમાં મોટા ભાગની મહિલાઓ છે. હાથરસના સિકંદરારાઉની સીએચસી પર સ્થિતિ કાબુમાં આવી રહી નથી. આસપાસના જિલ્લાઓમાંથી ડોક્ટર બોલાવવામાં આવ્યા છે. દવા અને ગ્લૂકોઝનો સ્ટોક મંગાવવામાં આવ્યા છે. પીએમ મોદીએ લોકસભામાં આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. 

મુખ્યમત્રી યોગી આદિત્યનાથે હાથરસની ઘટના પર પ્રતિક્રિયા આપી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની સાથે ઈજાગ્રસ્તોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડી જિલ્લા તંત્રને સારવાર કરાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેની કામના કરી છે. મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને દુર્ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્યમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા છે. એડીજી આગ્રા ઝોન તથા કમિશ્નર અલીગઢને ઘટનાની તપાસ માટેનો નિર્દેશ પણ મુખ્યમંત્રીએ આપ્યો છે. ચીફ સેક્રેટરી મનોજ કુમાર સિંહ અને ડીજીપી પ્રશાંત કુમાર હાથરસ રવાના થયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે હાથરસના સિકંદરારાઉ કોતવાલી ક્ષેત્રના ફુલરાઈ ગામમાં ભોલે બાબાના પ્રવચનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. એક અનુમાન અનુસાર સવા લાખ લોકો અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોની ભીડને કારણે સમસ્યા ઉભી થઈ. ભીડ અને ગરમીને કારણે લોકો બેભાન થવાથી ભાગદોડ મચી હતી. લોકો જમીન પર પડ્યા તો અન્ય લોકો તેની ઉપરથી પસાર થઈ રહ્યાં હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ અને તંત્રની ટીમ પહોંચી હતી. 

મૃતકો માટે સહાયતાની જાહેરાત
હાથરસની દુર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યું છે. સાથે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને 50-50 હજારની આર્થિક સહાયતા આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઘટનાની તપાસના પણ આદેશ આપવામાં આવ્યાં છે. સાથે કાર્યક્રમના આયોજકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. 

પ્રધાનમંત્રીએ કરી વળતરની જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથરસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સિવાય બધા ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે