Home> India
Advertisement
Prev
Next

Hathras Stampede: પોલીસની નોકરી છોડી કરવા લાગ્યા પ્રવચન, જાણો કોણ છે ભોલે બાબા જેના સત્સંગમાં ગયા 107 લોકોના જીવ?

હાથરસમાં મોટી સંખ્યામાં મોતના સમાચાર સાંભળી લોકોના રૂવાંટા ઉભા થઈ ગયા છે. ચારે તરફ લાશો જોવા મળી રહી છે. લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે જેના સત્સંગમાં આટલા લોકોના મોત થયા તે ભોલે બાબા કોણ છે. 
 

Hathras Stampede: પોલીસની નોકરી છોડી કરવા લાગ્યા પ્રવચન, જાણો કોણ છે ભોલે બાબા જેના સત્સંગમાં ગયા 107 લોકોના જીવ?
Updated: Jul 02, 2024, 09:41 PM IST

Hathras Stampede: હાથરસમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોતના સમાચાર સાંભળી બધા હચમચી ગયા છે. ચારે તરફ લાશો સિવાય કંઈ દેખાતું નથી. સત્સંગમાં થયેલી ભાગદોડ બાદ લોકોના મનમાં માત્ર એક સવાલ ઈથ રહ્યો છે કે આખરે આ બોલે બાબા કોણ છે, જેનું પ્રવચન સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો હાથરસ પહોંચ્યા હતા. મહત્વનું છે કે ભોલે બાબાનો આ સત્સંગ પશ્ચિમી ઉત્તર પ્રદેશના લોકોમાં વધુ પ્રખ્યાત છે. ભોલે બાબાનો સત્સંગ હંમેશા પશ્ચિમના જિલ્લામાં જોવા મળી જાય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. ભોલે બાબાના આજે લાખોની સંખ્યામાં અનુયાયી છે. 

18 વર્ષ પહેલા છોડી હતી પોલીસની નોકરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભોલે બાબાના નામથી જાણીતા સંતનું અસલી નામ સૂરજ પાલ છે. હવે તેમના અનુયાયી વિશ્વ હરિ ભોલે બાબાના નામથી જાણે છે. ભોલે બાબા મૂળ રૂપથી કાસગંજના પટિયાલી ગામના રહેવાસી છે. તેમણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બન્યા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. 18 વર્ષ પહેલા તેમણે નોકરીમાંથી વીઆરએસ લીધુ હતું. ત્યારબાદ ગામમાં ઝુપડી બનાવી રહેલા લાગ્યા. ત્યારબાદ ભોલે બાબાએ ગામ-ગામ જઈને ભગવાનની ભક્તિનો પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન તેમને દાન પણ મળ્યું હતું. ત્યારબાદ સત્સંગનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું. 

પેન્ટ સૂટ પહેરી કરતા હતા પ્રવચન
નારાયણ સાકાર હરિના નામથી પ્રસિદ્ધ સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા બીજા સંતોથી અલગ દેખાતા હતા. તેમની લાઇફસ્ટાઇલ પણ બીજા સંતો કરતા અલગ છે. સામાન્ય રીતે સંતો ધોતી કુર્તામાં જોવા મળે છે, પરંતુ આ એવા સંત છે જે હંમેશા સફેદ કલરના પેન્ટ શર્ટમાં દેખાતા હતા. સિંહાસન પર બેસી પ્રવચન સંભળાવતા હતા. ભોલે બાબાના અનુયાયી મોટા ભાગે ગુલાબી શર્ટ-પેન્ટ અને સફેદ ટોપી પહેરતા હતા. ભોલે બાબા ભક્તોને મોહમાયામાંથી બહાર નિકળી ભગવાનની ભક્તિમાં લીન થવાનું જ્ઞાન આપતા હતા. સંત સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાના અનુયાયીઓ માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ બીજા રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ મોટી સંખ્યામાં છે. જ્યાં પણ તેમનો ઉત્સવ થાય છે ત્યાં તેના અનુયાયી બધી વ્યવસ્થા સંભાળે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે