Home> India
Advertisement
Prev
Next

હાથરસ: SITની ટીમ તપાસ માટે પહોંચી, 'નિર્ભયા'ને ન્યાય અપાવનાર સીમા કુશવાહા લડશે કેસ 

સમગ્ર દેશને હચમચાવી નાખરનારા હાથરસ ગેંગરેપ કાંડ(Hathras Gangrape Case)ની તપાસ માટે યુપી (Uttar Pradesh)  SIT ટીમ હાથરસ પીડિતાના પરિવારને મળવા પહોંચી ગઈ છે. 3 સભ્યોની આ ટીમમાં અનુસૂચિત જાતિના મહિલા અધિકારી પણ સામેલ છે. આ બાજુ માનવાધિકાર આયોગે પણ આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ ફટકારી છે. 

હાથરસ: SITની ટીમ તપાસ માટે પહોંચી, 'નિર્ભયા'ને ન્યાય અપાવનાર સીમા કુશવાહા લડશે કેસ 

હાથરસ: સમગ્ર દેશને હચમચાવી નાખરનારા હાથરસ ગેંગરેપ કાંડ(Hathras Gangrape Case)ની તપાસ માટે યુપી (Uttar Pradesh)  SIT ટીમ હાથરસ પીડિતાના પરિવારને મળવા પહોંચી ગઈ છે. 3 સભ્યોની આ ટીમમાં અનુસૂચિત જાતિના મહિલા અધિકારી પણ સામેલ છે. આ બાજુ માનવાધિકાર આયોગે પણ આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ ફટકારી છે. 

હજુ તો હાથરસની 'નિર્ભયા'ની ચિતાની આગ ઠંડી નથી પડી ત્યાં બલરામપુરમાં ગેંગરેપ, યુવતીનું મૃત્યુ

સાત દિવસમાં રિપોર્ટ આપશે SIT
SITએ 7 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજુ  કરવાનો રહેશે. સ્થિતિની ગંભીરતા જોતા યુપી સરકારે તપાસ માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં 3 સભ્યોની વિશેષ તપાસ ટુકડી (SIT)ની રચના કરી હતી. જલદી ન્યાય સુનિશ્ચિત કરવા માટે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. આ મામલા સંલગ્ન એક અરજી પર આજે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. 

હાથરસ ગેંગરેપ કેસ: PM મોદીએ તાબડતોબ CM યોગી સાથે વાત કરી, આપ્યો આ 'કડક આદેશ'

PM મોદીએ યોગી સાથે કરી વાત
આ બધા વચ્ચે પીએમ મોદીએ પણ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને દોષિતો વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. આ અગાઉ આદિત્યનાથે પીડિતાના પિતા સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરીને વાત રકી. મુખ્યમંત્રી યોગીએ પીડિતાના પરિવારને 25 લાખ વળતરની જાહેરાત કરી છે. 

હાથરસ કેસ-બોડી ખરાબ થઇ રહી હતી,પરિવારની સહમતિથી કર્યા અંતિમ સંસ્કાર: પોલીસ

નિર્ભયાના વકીલ અપાવશે ન્યાય
એવા અહેવાલ છે કે હાથરસ પીડિતાનો કેસ નિર્ભયાને ઈન્સાફ અપાવનારા વકીલ સીમા કુશવાહા લડશે. સૂત્રોના જણાવ્યા મુજબ સીમા આજે હાથરસ જઈને પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી શકે છે. દિલ્હીના નિર્ભયાકાંડમાં સીમા કુશવાહાના પ્રયત્નોને કારણે જ દોષિતોને સજા મળી. આથી જો આ કેસ તેઓ હાથમાં લે છે તો હાથરસ પીડિતાને ન્યાય મળવાની આશા વધી જશે. 

હાથરસ કેસ સાથે જોડાયેલા 10 વીડિયો 'સબૂત' શું પોલીસ છુપાવી રહી છે ઘટનાનું સત્ય?

વિપક્ષી નેતાઓએ યોગી પર સાધ્યું નિશાન
આ સમગ્ર મામલે હવે રાજકારણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે યુપીમાં કાયદો વ્યવસ્થા એકદમ કથળી ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવ્યા છે કે પીડિતાનો પરિવાર અંતિમ સંસ્કાર સુદ્ધા કરી શક્યો નહીં. આ અમાનવીય વ્યવહારનું સૌથી મોટું ઉદાહરણ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઝી ન્યૂઝ સાથે ફોન પર વાતચીતમાં હાથરસની ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે હાથરસમાં જંગલરાજ છે. આ બાજુ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ યોગી સરકાર પર સવાલ ઉભા કરતા કહ્યું કે સીએમ યોગીએ માફી માંગવી જોઈએ. 

હાથરસ કેસ: CM યોગીએ પીડિતાના પિતા સાથે કરી વાત, વળતરની જાહેરાત

અત્રે જણાવવાનું કે 14 સપ્ટેમ્બરના રોજ યુપીના હાથરસ જિલ્લાના ચંદપા પોલીસ સ્ટેશન હદના એક ગામમાં 19 વર્ષની અનુસૂચિત જાતિની યુવતીનો સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પરિવારનો આરોપ છે કે આરોપીઓએ પીડિતાની કરોડ તોડી નાખી અને તેની જીભ કાપી નાખી હતી. જો કે હાથરસ પોલીસે આ વાતોને ફગાવી છે. પીડિતાને સારવાર માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં મંગળવારે તેમણે દમ તોડ્યો હતો. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More