Home> India
Advertisement
Prev
Next

Hathras: મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે કરી નાખ્યા પીડિતાના અંતિમ સંસ્કાર 

હાથરસ (Hathras) માં ગેંગરેપ (Gangrape) નો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેના ગામ પહોંચ્યો. વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ અડધી રાત્રે ભારે પોલીસ ફોર્સ તૈનાતી વચ્ચે લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા. 

Hathras: મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે કરી નાખ્યા પીડિતાના અંતિમ સંસ્કાર 

હાથરસ/નવી દિલ્હી: હાથરસ (Hathras) માં ગેંગરેપ (Gangrape) નો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેના ગામ પહોંચ્યો. વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ અડધી રાત્રે ભારે પોલીસ ફોર્સ તૈનાતી વચ્ચે લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા. 

હાથરસની ગેંગરેપ પીડિતા જિંદગીનો જંગ હારી, દિલ્હીની હોસ્પિટલમાં થયું મૃત્યુ

પરિજનો ઘરમાં બંધ
પીડિતાના ભાઈ સાથે જ્યારે આ અંગે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તેઓ ઘરમાં બંધ હતાં. તેમનું કહેવું છે કે પોલીસ અમને જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરાવવા માટે લઈ જઈ રહી હતી. અમે તેનો વિરોધ કર્યો તો અમને જણાવ્યા વગર જ અમારી બહેનના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. 

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ: 28 વર્ષ પછી આવશે ચુકાદો, જેલ જવા તૈયાર છે 'આરોપી'

મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત
આ દરમિયાન શ્મશાન ઘાટની ચારે બાજુ મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત હતા અને પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એટલું જ નહીં પોલીસે આ દરમિયાન કેમેરાથી રેકોર્ડિંગ કરવા ઉપર પણ રોક લગાવી રહી હતી. આ બાજુ ગ્રામીણો પણ અડધી રાત્રે આ રીતે ગુપચુપ રીતે કરાયેલા અંતિમ સંસ્કારથી સ્તબ્ધ છે. 

પરિજનો અંતિમ સંસ્કાર ન કરવા માટે મક્કમ હતા
પીડિતાના પરિજનો ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા પર મક્કમ હતા. કુટુંબીજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ અગાઉ મંગળવારે રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જ્યાં પીડિતાના પિતા અને પિતરાઈ ભાઈ હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતાં. સાંજે ત્યાં ભીમ આર્મી અને કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી ગયા હતા. 

જે ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવીને આ લોકો હવે ખેડૂતોને અપમાનિત કરે છે: PM મોદી

ચાર આરોપીઓની ધરપકડ
પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે. પોલીસનું કહેવું છે કે પીડિતાએ ત્રણ અલગ અલગ નિવેદન આપ્યા છે. બીજી બાજુ પીડિતાના પરિવારે હાથરસ પોલીસ પર બેદરકારી વર્તવાનો આરોપ લગાવતા આરોપીઓને જલદી ફાંસી આપવાની માગણી કરી છે. 

રાતોરાત અંતિમ સંસ્કાર કરી નાખતા વિરોધ પક્ષો ભડક્યા
યુપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ યુપી  પોલીસના આ પગલાંને કાયરતાપૂર્ણ હરકત ગણવી. કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે નિર્દયતાની હદ છે આ. જે સમયે સરકારે સંવેદનશીલ હોવું જોઈએ ત્યારે સરકારે નિર્દયતાની તમામ હદ વટાવી દીધી. આમ આદમી પાર્ટીએ પણ અંતિમ સંસ્કારનો વીડિયો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More