Home> India
Advertisement
Prev
Next

ઉત્તરાખંડના CM પદ પર 'રાવત' સરનેમની હેટ્રિક, લોકો બોલ્યા- એક TRS ગયા બીજા આવ્યા

બુધવારે તીરથ સિંહ રાવતના મુખ્યમંત્રી પદના શપથ લેવાની સાથે સોશિયલ મીડિયા પર એક મીમ ખુબ વાયરલ થવા લાગ્યું. લોકોએ કહ્યું કે, એક  'TSR' (ત્રિવેન્દ્ર સિંહ રાવત) ગયા અને બીજા  'TSR' (તીરથ સિંહ રાવત) આવી ગયા. 
 

ઉત્તરાખંડના CM પદ પર 'રાવત' સરનેમની હેટ્રિક, લોકો બોલ્યા- એક TRS ગયા બીજા આવ્યા

દેહરાદૂનઃ તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat) ના ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી બનવાની સાથે પ્રદેશ સરકારના મુખ્ય પદ પર 'રાવત' સરનેમની હેટ્રિક થઈ ગઈ. તીરથ સિંહ એવા ત્રીજા મુખ્યમંત્રી છે જેમની સરનેમ છે. આ પહેલા તેમના પૂર્વવર્તી મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત (Trivendra Singh Rawat) એ 2017થી લઈને 2021 સુધી પ્રદેશની બાગડોર સંભાળી. વર્ષ 2017થી પહેલા 2014માં કોંગ્રેસ નેતા રહીશ રાવત મુખ્યમંત્રી બન્યા હતા. 

બુધવારે તીરથ સિંહ રાવતના મુખ્યમંત્રી પદના શપથ લેવાની સાથે સોશિયલ મીડિયા પર એક મીમ ખુબ વાયરલ થવા લાગ્યું. લોકોએ કહ્યું કે, એક  'TSR' (ત્રિવેન્દ્ર સિંહ રાવત) ગયા અને બીજા  'TSR' (તીરથ સિંહ રાવત) આવી ગયા. 

આ પણ વાંચોઃ West Bengal: પગમાં ઈજા બાદ સ્ટ્રેચર પર હોસ્પિટલ ગયા મમતા બેનર્જી, રાજ્યપાલ મળવા પહોંચ્યા  

ઉત્તરાખંડમાં તીરથ રાજ
ગઠવાલના કલગીખલ વિકાસખંડના સીરોમાં નવ એપ્રિલ 1964ના જન્મેલા તીરથ સિંહ રાવત વિદ્યાર્થી જીવનથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા. તેઓ હેમવતી નંદન બહુગુણા ગઢવાલ વિશ્વવિદ્યાલયમાં છાત્ર સંઘના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. 

રાવત વર્ષ 2012થી 2017 વચ્ચે ઉત્તરાખંડ વિધાનસભાના સભ્ય પણ રહ્યા છે. તેમણે વિધાનસભામાં ચૌબટ્ટાખાલ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યુ છે. તેઓ પ્રદેશ ભાજપના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેમણે ઉત્તરાખંડ રાજ્ય નિર્માણ આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજ્યની રચના બાદ તેઓ પ્રથમ સરકારમાં શિક્ષણ મંત્રી પણ રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More