Home> India
Advertisement
Prev
Next

યોગી બાદ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ બોલ્યા- 'લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવીશું'

Law against Love Jihad: યૂપી સીએમ યોગી આદિત્યનાથે એક દિવસ પહેલા લવ જેહાદને રોકવા માટે કડક કાયદો બનાવવાની વાતકરી હતી. હવે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પણ આ વાત કહી છે. 

યોગી બાદ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ બોલ્યા- 'લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવીશું'

ચંડીગઢઃ હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે રવિવારે કહ્યુ કે રાજ્ય સરકાર લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાનો વિચાર કરી રહી છે. વિજે એક ટ્વીટમા કહ્યુ- 'હરિયાણામાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.' ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે કહ્યુ હતુ કે, લહ જેહાદને કડક રીતે રોકવા માટે કાયદો બનાવશે. તેમણે ચેતવણી આપી હતી કે લોકો વહુ-પુત્રીઓની આબરૂ વિરુદ્ધ છેડછાડ કરી રહ્યાં છે, જો તે નહીં સુધરે તો રામ નામ સત્ય છેની તેની અંતિમ યાત્રા નિકળવાની છે. 

યોગીએ કરી હતી દોષિતોના પોસ્ટર લગાવવાની જાહેરાત
ઉત્તર પ્રદેશના દેવરિયા અને જૌનપુરમાં પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પક્ષમાં આયોજીત જનસભાને સંબોધિત કરતા યોગીએ કહ્યુ હતુ કે, લવ જેહાદમાં સામેલ લોકોના પોસ્ટર ચાર રસ્તે લગાવવામાં આવશે. પાછલા સપ્તાહે હરિયાણાના વલ્લભગઢમાં કોલેજની 21 વર્ષીય છાત્રા નિકિતાની એક વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. મૃતકના પરિવારે આરોપ લગાવ્યો હતો કે આરોપી વ્યક્તિ તેના પર લગ્ન કરવા માટે ઇસ્લામ અપનાવવાનો દબાવ બનાવી રહ્યો હતો. 

નિકિતા મર્ડર કેસને લવ જેહાદનો મામલો ગણાવી રહ્યાં છે હિંદુ સંગઠન
કેટલાક હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો કે યુવતીની હત્યા લવ જેહાદનો મામલો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે શુક્રવારે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી અને લવ જેહાદની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. હરિયાણાની સરકારે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે. પોલીસે આ મામલામાં બે લોકો-મુખ્ય આરોપી તૌસીફ અને રેહાનની ધરપકડ કરી છે. ત્રીજા વ્યક્તિને આરોપીને હથિયાર ઉપલબ્ધ કરાવવાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો છે. 

રાંધણ ગેસની ડિલિવરી માટે બદલાયા નિયમો, સરળતાથી સિલિન્ડર બુક કરાવવાની આ 4 રીત જાણો 

હરિયાણા રાજ્ય મહિલા આયોગના કાર્યવાહક અધ્યક્ષ પ્રીતિ ભારદ્વાજ દલાકે કહ્યું કે, ફરીદાબાદની વિદ્યાર્થિની નિકિતા તોમરની હત્યા એક જઘન્ય ગુનો છે. તેમણે દોષિતો વિરુદ્ધ આકરી સજાની માગ કરી છે. તેમણે કહ્યું કે, હરિયાણાના ગૃહમંત્રીને આ મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More