Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમ

Congress Vs BJP Manifesto: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જેમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર 24 પાક ખરીદવા અને રાજ્યના દરેક અગ્નિવીરને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું, તો હરિયાણાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાજ્યની જનતા સમક્ષ સાત ગેરંટી રજૂ કરી

કોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમ

Haryana assembly election 2024 : હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી છે અને હાલમાં વાયદાઓની વણઝાર લાગી છે. કોંગ્રેસે બુધવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. તો ભાજપે ગુરુવારે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યુ. ત્યારે બંને રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં શું સમાનતા છે? પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ ભાજપ પર કયો આરોપ લગાવ્યો? જોઈશું આ અહેવાલમાં...

  • બીજેપીનો મેનિફેસ્ટો જાહેર, MSP પર 24 પાક ખરીદવાનું વચન
  • હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની 7 ગેરંટી લોકો સમક્ષ રજૂ કરી
  • હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી, પરિણામ 8મીએ

હરિયાણાના ચૂંટણી રણમાં રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો મેદાનમાં ઉતરી ગયા છે. આગામી 5 વર્ષ માટે રાજ્યની સત્તામાં કોણ બિરાજશે તેનો નિર્ણય 5 ઓક્ટોબરે રાજ્યના લોકો પોતાના મતથી કરશે. પરંતુ તે પહેલાં મતદારોને ખુશ કરવા માટે રાજકીય પક્ષોએ પોતાના પટારામાંથી વાયદાઓની રેલમછેલ કરી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે કઈ મોટી જાહેરાત કરી.  

નસીબ હોય તો આ મહિલા જેવું ! માત્ર 90 દિવસમાં શેરબજારમાંથી છાપી લીધા 200 કરોડ રૂપિયા

કોણે શું વાયદા કર્યા 

  • કોંગ્રેસે મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપવાની જાહેરાત કરી...
  • તો ભાજપે મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત કરી...
  • LPG સિલિન્ડર અંગે બંને પાર્ટીનો વાયદો એકસરખો છે... ભાજપ અને કોંગ્રેસ બંનેએ 500 રૂપિયામાં સિલિન્ડર આપવાની વાત કરી છે...
  • દરેક પરિવારને સારવાર માટે કોંગ્રેસે 25 લાખ સુધી ફ્રીમાં કરવાનો વાયદો કર્યો છે... તો ભાજપે 10 લાખ સુધી ફ્રીમાં સારવારની વાત કરી છે...
  • કોંગ્રેસે 2 લાખ યુવાઓને પાક્કી નોકરી આપવાનો વાયદો કર્યો છે... તો ભાજપે 2 લાખ યુવાઓને નોકરી અને 5 લાખને રોજગારની તક આપશે તેવી વાત કરી છે... 
  • ખેડૂતો સાથે જોડાયેલ મામલે કોંગ્રેસે MSP પર લીગલ ગેરંટીનો વાયદો કર્યો છે... તો ભાજપે 24 પાકની MSP પર ખરીદીની વાત કરી છે... 
  • કોંગ્રેસે ગરીબોના ઘર માટે 100 ગજનો પ્લોટ અને 2 રૂમનું ઘર બનાવી આપવાનો વાયદો કર્યો છે... તો ભાજપે ગામડા અને શહેરમાં 5 લાખ મકાન બનાવવાની વાત કરી છે...
  • કોંગ્રેસે 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો છે... જ્યારે ભાજપે 10 ઔદ્યોગિક શહેરના નિર્માણની વાત કરી છે...

કોંગ્રેસની 7 ગેરંટી શું છે?
1. મહિલાઓ માટે: દર મહિને 2000 રૂપિયાનું ભથ્થું, 18 થી 60 વર્ષની મહિલાઓ આ માટે પાત્ર હશે. સિલિન્ડર માટે અલગથી રૂ. 500.
2. ખેડૂતો માટે: MSPની કાનૂની ગેરંટી, પાક માટે તાત્કાલિક વળતર.
3. યુવાનો માટે: ભરતી કાયદા હેઠળ 2 લાખ પુષ્ટિ થયેલ નોકરીઓ, ડ્રગ મુક્ત રાજ્ય.
4. પછાત માટે: જાતિ સર્વેક્ષણ, ક્રીમી લેયર મર્યાદા રૂ. 10 લાખ સુધી.
5. સામાજિક સુરક્ષા: વૃદ્ધો, અપંગ અને વિધવાઓને દર મહિને છ હજાર રૂપિયાનું પેન્શન. જૂના પેન્શનની પુનઃસ્થાપના.
6. પરિવાર માટે: 300 યુનિટ સુધી મફત વીજળી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
7. ગરીબો માટે: 100 યાર્ડનો પ્લોટ, 3.5 લાખના ખર્ચે બે રૂમનું મકાન

અમિતાભ બચ્ચનથી થઈ ગઈ એક ભૂલ, હાથ જોડીને મરાઠીઓની માંગી માફી, વીડિયોમાં કબૂલ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More