Home> India
Advertisement
Prev
Next

હરિયાણામાં પણ ભાજપ ભીંસમાં: સરકાર બન્યા પછી પણ હજુ કેબિનેટનું વિસ્તરણ થયું નથી

હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, દુષ્યંત ચૌટાલા ગૃહમંત્રાલય સહિતના કેટલાક મહત્વના મંત્રાલય માગી રહ્યા છે, જ્યારે ભાજપ મોટા મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે. 

હરિયાણામાં પણ ભાજપ ભીંસમાં: સરકાર બન્યા પછી પણ હજુ કેબિનેટનું વિસ્તરણ થયું નથી

હિસારઃ હરિયાણામાં ભાજપ અને જેજેપી ગઠબંધનની સરકાર તો બની ગઈ છે, પરંતુ હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ થયું નથી. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું કે, રામ મંદીર પર આવનારા ચૂકાદાના કારણે જાણી જોઈને કેબિનેટનું વિસ્તરણ કરાયું નથી. આગામી 2-3 દિવસમાં વિસ્તરણ થઈ જશે. જોકે, રાજકીય વર્તુળોમાં આ અંગે જાત-જાતની ચર્ચાઓ ચાલી રહી છે. 

હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, દુષ્યંત ચૌટાલા ગૃહમંત્રાલય સહિતના કેટલાક મહત્વના મંત્રાલય માગી રહ્યા છે, જ્યારે ભાજપ મોટા મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે. 

મહારાષ્ટ્રઃ ચરમસીમાએ પહોંચ્યો રાજકીય ડ્રામા, રાજ્યપાલે NCPને મળવા બોલાવી

આ દરમિયાન દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત હિસારમાં કાર્યકર્તાઓને મળવા પહોંચ્યા હતા. અહીં તેમણે અહીં જણાવ્યું કે, અયોધ્યા બાબતે આવનારા ચૂકાદાના કારણે કેબિનેટ વિસ્તરણ થયું નથી. એક-બે દિવસમાં વિભાગોની વહેંચણી પછી કેબિનેટ વિસ્તરણ કરાશે અને નવા મંત્રીઓ શપથ લેશે. આ સાથે જ દુષ્યંતે ગુરુપર્વ અને 505મા પ્રકાશોત્સવની કાર્યકર્તાઓને શુભકામનાઓ આપતા આગ્રહ કર્યો કે, ગુરુ નાનકજીના પર્યાવરણ અને સામાજિક એક્તા વગેરેના વિચારોને આપણે પ્રકાશોત્સવ પર જીવનમાં સામેલ કરીએ. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More