Home> India
Advertisement
Prev
Next

હરિયાણાની 90 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6 કલાક સુધી 61.72 ટકા મતદાન

મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન મથકો પર લાંબી લાઈનો લાગી હતી. ભાજપ રાજ્યમાં 75+ સીટ સાથે ફરીથી સત્તા મેળવવા માગી રહી છે, જેની સામે કોંગ્રેસની મોટી ટક્કર છે. હરિયાણામાં વિભિન્ન રાજકીય પક્ષોના 1169 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. 

હરિયાણાની 90 સીટ પર મતદાન પૂર્ણ, સાંજે 6 કલાક સુધી 61.72 ટકા મતદાન

ચંડીગઢઃ હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે સોમવારે સવારે 7થી સાંજે 6 કલાક સુધી મતદાન યોજાયું હતું. રાજ્યની 90 સીટ પર સાંજે 6 કલાક સુધી 61.72 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન રહ્યું. જોકે, કેટલીક જગ્યાએ ઈવીએમ મશીન ખોટકાઈ જવાના સમાચાર મળ્યા હતા. પાછળથી તેને બદલીને મતદાન શરૂ કરાયું હતું. 

મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન મથકો પર લાંબી લાઈનો લાગી હતી. ભાજપ રાજ્યમાં 75+ સીટ સાથે ફરીથી સત્તા મેળવવા માગી રહી છે, જેની સામે કોંગ્રેસની મોટી ટક્કર છે. હરિયાણામાં વિભિન્ન રાજકીય પક્ષોના 1169 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. 

ઈન્ડિયન નેશનલ લોકદળમાંથી અલગ થઈને દુષ્યંત ચૌટાલાના નેતૃત્વમાં બનેલી જનનાયક જનતા પાર્ટી (જેજેપી) પણ લોકસભામાં હાર બાદ પોતાની સંભાવનાઓમાં સુધારાની આશા કરી રહી છે. જેજેપી માટે આ કરો યા મરો જેવી ચૂંટણી છે. જો આ વખતે પણ પાર્ટીનું પ્રદર્શન ન સુધર્યું તો જેજેપી માટે આગળ મુશ્કેલ રસ્તો રહેશે. હરિયાણામાં બસપા, આમ આદમી પાર્ટી, ઈન્ડિયન નેશનલ લોકદળ, શિરોમણી અકાલી દળ, સ્વરાજ ઈન્ડિયા અને લોકતાંત્રિક સુરક્ષા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 

હરિયાણા ચૂંટણી LIVE: સાંજે 5.40 કલાક સુધી રાજ્યમાં 61.21 % મતદાન નોંધાયું

હરિયાણામાં આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
હરિયાણામાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર (કરનાલ), પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ વિધાયક દળના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (ગઢી સાંપલા કિલોઈ), રણદીપ સિંહ સુરજેવાલા (કૈથલ), કિરણ ચૌધરી (તોશામ) અને કુલદીપ બિશ્નોઈ (આદમપુર) તથા જેજેપીના દુષ્યંત ચૌટાલા (સોનીપતમાં બરોડા ), સંદીપ સિંહ (પેહોવા)નું ભાગ્ય દાવ પર લાગેલુ છે. જનતા તેમને ઈચ્છે છે કે નહીં તે આજે ખબર પડશે. ભાજપે ટિકટોક સ્ટાર સોનાલી ફોગટને આદમપુર સીટથી ભજનલાલનો કિલ્લો ધ્વસ્ત કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતારી છે. 

17 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી
આ સાથે 17 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશની 11 બેઠકો, ગુજરાતની 6 બેઠકો, બિહારની પાંચ, અસમની ચાર અને હિમાચલ પ્રદેશ તથા તામિલનાડુની 2-2 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થઈ રહી છે. અન્ય રાજ્યોમાં જ્યાં પેટાચૂંટણી થઈ રહી છે તેમાં પંજાબની ચાર બેઠકો, કેરળની પાંચ, સિક્કિમની 3, રાજસ્થાનની 2 અને અરુણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પુડ્ડુચેરી, મેઘાલય અને તેલંગણાની એક એક વિધાનસભા બેઠકો સામેલ છે. 

જુઓ LIVE TV...

ભારતના વધુ બે સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More