Home> India
Advertisement
Prev
Next

રાજ્યસભામાં NDAને મળી જીત, હરિવંશ નારાયણ બીજીવાર બન્યા ડેપ્યુટી ચેરમેન


 એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ એકવાર ફરી રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન પદે ચૂંટાયા છે.

રાજ્યસભામાં NDAને મળી જીત, હરિવંશ નારાયણ બીજીવાર બન્યા ડેપ્યુટી ચેરમેન

નવી દિલ્હીઃ આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યસભાની પ્રથમ દિવસની કાર્યવાહીમાં ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં એનડીએને મોટી જીત મળી છે. એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ એકવાર ફરી રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન પદે ચૂંટાયા છે. તેઓ સતત બીજીવાર આ પદ માટે ચૂંટાયા છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર મનોઝ ઝાનો પરાજય થયો છે. 

કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ 53 વર્ષના આરજેડી નેતા અને પૂર્વ શિક્ષણવિદ મનોજ ઝાને સંયુક્ત ઉમેદવાર બનાવ્યા હતા, તો એનડીએએ જેડીયૂ નેદા હરિવંશ પર એકવાર ફરી દાવ લગાવ્યો હતો. બંન્ને બિહારથી રાજ્યસભાના સાંસદ છે. પરંતુ હરિવંશ મૂળ રૂથી યૂપીના બલિયાના રહેવાસી છે. 

સંસદમાં Covid ટેસ્ટ પોઝિટિવ, જયપુરમાં ટેસ્ટ નેગેટિવ... સાસંદ હનુમાન બોલ્યા- કોને સાચો માનુ

હરિવંશ નારાયણની ડેપ્યુટી ચેરમેન પદે નિમણૂક થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, હરિવંશ જી ગૃહના દરેક સભ્ય પ્રત્યે મારા મનમાં સન્માન છે. તેમણે આ સન્માન હાસિલ કર્યું છે. સંસદમાં તેમની નિષ્પક્ષ ભૂમિકા આપણા લોકતંત્રને મજબૂત કરે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More