Home> India
Advertisement
Prev
Next

Hanuman Chalisa Row: નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા 6 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં

Navneet Rana Sent To Judicial Custody: મહારાષ્ટ્રના અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિધાયક રવિ રાણાને આજે મોટો ઝટકો મળ્યો છે.

Hanuman Chalisa Row: નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા 6 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં

Navneet Rana Sent To Judicial Custody: મહારાષ્ટ્રના અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિધાયક રવિ રાણાને આજે મોટો ઝટકો મળ્યો છે. બાન્દ્રા કોર્ટે 154 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. રાણા દંપત્તિને આજે બાન્દ્રા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે આજે જ નવનીત રાણા વિરુદ્ધ ખાર  પોલીસ સ્ટેશનમાં વધુ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

કોર્ટે રિમાન્ડની માગણી ફગાવી
આજે બંનેને બાન્દ્રા કોર્ટમાં હાજર કરાયા હતા. બંનેની પોલીસ કસ્ટડી માંગવામાં આવી જેને ફગાવી દેવાઈ. કોર્ટે બંનેને 6 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. તેમની જામીન અરજી પર 29મી એપ્રિલે સુનાવણી થશે. 

ખાર પોલીસ સ્ટેશનમાં અત્યાર  સુધીમાં આ મામલે 3 કેસ દાખલ થયા છે. જેમાંથી 2 નવનીત રાણા વિરુદ્ધ તો ત્રીજો કેસ ભીડ વિરુદ્ધ નોંધાયો છે. રાણા દંપત્તિની ધરપકડ ધાર્મિક ઉન્માદ ફેલાવવાના આરોપસર થઈ છે. બાન્દ્રા કોર્ટમાં પોલીસ રાણા દંપત્તિની કસ્ટડીની માગણી કરી શકે છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારને પડકારવા માટે રાણા દંપત્તિની કોણ મદદ કરી રહ્યું છે અને આ સિવાય અન્ય અનેક સવાલના જવાબ પોલીસ જાણવા માંગે છે. 

6 શિવસૈનિકોની ધરપકડ
રાણા દંપત્તિના ખાર સ્થિત ઘરની બહાર હંગામો મચાવનારા 6 શિવસૈનિકોની ધરપકડ કરાઈ છે. 600થી 700 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આઈપીસીની કલમ 143, 145, 147, 149, 37 (1) અને 135 હેઠળ કેસ દાખલ કરાયો છે. જે ફરિયાદ રાણા દંપત્તિએ ખાર પોલીસ સ્ટેશનમાં લખાવી હતી તે મુજબ તો રાણા દંપત્તિએ તેમાં ફરિયાદકર્તા બનવાનું હતું પણ અહીં તો પોલીસ પોતે જ ફરિયાદકર્તા બની બેઠી છે જ્યારે રાણા દંપત્તિએ તો તેનમા ઘર પર થયેલા હુમલા માટે સીએમ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત અને અનિલ પરબ સહિત 600થી 700 અજાણ્યા શિવસૈનિકોને દોષિત ગણાવીને લેખિત ફરિયાદ આપી હતી. 

રાણા દંપત્તિએ ફેંક્યો હતો પડકાર
અત્રે જણાવવાનું કે રાણા દંપત્તિએ શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ તેમણે પોતાની આ યોજના રદ પણ કરી હતી. અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના વિધાયક પતિ રવિ રાણા ખાર સ્થિત તેમના ઘરે રોકાયા હતા. 

આ દિગ્ગજ નેતાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિદેશી નેતા આવે છે ભારત, પણ જાય છે ફક્ત ગુજરાત'

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More