Home> India
Advertisement
Prev
Next

Covid અને H3N2 વાયરસ એક સાથે એટેક કરે તો? જાણો તજજ્ઞોનો મત

H3N2 Virus and Covid : દેશમાં ઈન્ફ્લુએન્ઝાના H3N2 વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસ વચ્ચે હવે કોરોના પણ પગપેસારો કરવા લાગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 796 કેસ આવ્યા છે. 109 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 5000 ને પાર ગઈ છે. લગભગ ચાર મહિના બાદ કોવિડના કેસમાં આ વધારો ચિંતાનો વિષય છે. ઈન્ફ્લુએન્ઝાનો દાયરો પણ વધી રહ્યો છે. તેમાં પણ મોત નોંધાઈ રહ્યા છે. 

Covid અને H3N2 વાયરસ એક સાથે એટેક કરે તો? જાણો તજજ્ઞોનો મત

H3N2 Virus and Covid : દેશમાં ઈન્ફ્લુએન્ઝાના H3N2 વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસ વચ્ચે હવે કોરોના પણ પગપેસારો કરવા લાગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 796 કેસ આવ્યા છે. 109 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 5000 ને પાર ગઈ છે. લગભગ ચાર મહિના બાદ કોવિડના કેસમાં આ વધારો ચિંતાનો વિષય છે. ઈન્ફ્લુએન્ઝાનો દાયરો પણ વધી રહ્યો છે. તેમાં પણ મોત નોંધાઈ રહ્યા છે. હવે કોવિડ પણ ફેલાઈ રહ્યો છે. જેનાથી દેશમાં વાયરસના ડબલ એટેકનું જોખમ તોળાઈ રહ્યું છે. 

આવું એટલા માટે કારણ કે ઈન્ફ્લુએન્ઝા અને કોવિડ બંને વાયરસ રેસ્પિરેટરી ઈન્ફેક્શન કરે છે. એટલે કે તેના કારણે શ્વાસ લેવામાં પરેશાની થઈ શકે છે. ઈન્ફ્લુએન્ઝાથી દર્દીઓને ન્યૂમોનિયા પણ થવાનું જોખમ રહે છે. કોવિડથી પણ ન્યૂમોનિયાના કેસ આવે છે. હવે સવાલ એ ઉઠે છે કે જો આ બંને વાયરસ એક સાથે ફેલાય તો તે જીવલેણ સાબિત થઈ શકે? કે પછી આગામી કેટલાક સપ્તાહમાં કેસ ઓછા થવા લાગશે? 

H3N2 વાયરસથી અત્યાર સુધીમાં 3 મોત થઈ  ચૂક્યા છે. કેટલાક રાજ્યોમાં તેના કેસ વધી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે કોવિડ અને ઈન્ફ્લુએન્ઝા આ બંને વાયરસ એક સાથે થઈ શકે છે. એટલે કે એક સાથે એક જ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. વાયરસના આ ડબલ એટેકથી દર્દીની હાલત ગંભીર થઈ જાય છે અને મોતનું જોખમ પણ વધે છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે ઉધરસ, શરદી કે તાવ અંગે બેદરકારી ન વર્તો. 

વીમા વગર વાહન ચલાવતા પકડાયા તો સ્થળ પર જ કઢાવાશે વીમો, જાણો નિયમો

Pics: લગ્ન બાદ પત્નીને આવી ગયા દાઢી-મૂંછ, પતિએ આપ્યા છૂટાછેડા, મહિલાએ પછી જે કર્યું.

સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું

ડોક્ટરોનું કહેવું છે કે હાલ કોવિડના લક્ષણો પણ ફ્લૂ જેવા જ છે. તેનાથી ગંભીર સમસ્યા થતી નથી. પરંતુ ઈન્ફ્લુએન્ઝા વાયરસ વધી ચેપી બની ગયો છે. બંને વાયરસના ફેલાવવાની રીત પણ લગભગ એક સરખી છે. આવામાં આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ બંને વાયરસ એક સાથે એટેક કરી શકે છે. વ્યક્તિ બંને વાયરસથી સંક્રમિત છે એવું કેવી રીતે ખબર પડી શકે?

ડોક્ટરોનું કહેવું છે કે જો કોઈ દર્દીને શરદી, ઉધરસ, અને તાવ હોય તથા આ લક્ષણો બે દિવસથી વધુ સમય સુધી રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પોતાનો આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ અને ફ્લુનો ટેસ્ટ પણ કરાવવો જોઈએ. જો ટેસ્ટ રિપોર્ટ  કોવિડ અને ફ્લુ બંને માટે પોઝિટિવ હોય તો તેનો અર્થ છે કે બંને વાયરસથી એકસાથે સંક્રમિત થયા છે. આવામાં તરત હોસ્પિટલ જવું જોઈએ અને સારવાર કરાવવી જોઈએ. બેદરકારી જોખમી બની શકે છે. 

ડોક્ટરોનું કહેવું છે કે ઈન્ફ્લુએન્ઝાના વધતા જોખમને જોતા ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને જૂની બીમારીઓથી પીડાતા દર્દીઓએ સતર્ક રહેવું જોઈએ. જો આ લોકોમાં ફ્લૂના લક્ષણો હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. ઉધરસ અને શરદી તથા તાવને જરાય હળવાશમાં ન લેવા જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More