Home> India
Advertisement
Prev
Next

હજુ ઘટ્યા નથી રામ રહીમના સમર્થકો! કોથળો ભરી જેલમાં પહોંચી રાખડીઓ

Ram Rahim: રક્ષાબંધનના તહેવારમાં રામ રહીમના નામના હજારો કવર રોહતકની સુનારિયા જેલમાં પહોંચી રહ્યા છે. રામ રહીમ છેલ્લા પાંચ વર્ષથી સુનારિયા જેલમાં સજા કાપી રહ્યાં છે. 

હજુ ઘટ્યા નથી રામ રહીમના સમર્થકો! કોથળો ભરી જેલમાં પહોંચી રાખડીઓ

રોહતકઃ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી ગુરમીત રામ રહીમના ભક્તો હજુ પણ મોટી સંખ્યામાં છે. તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે રક્ષાબંધનના તહેવાર પર રામ રહીમના નામે હજારો કવર રોહતકની સુનારિયા જેલમાં પહોંચી રહ્યાં છે. રામ રહીમ છેલ્લા 5 વર્ષથી સુનારિયા જેલમાં સજા કાપી રહ્યાં છે. 

પહેલા કરતા ઓછી આવી રાખડી
રેપ અને એક પત્રકારની હત્યાના મામલામાં આજીવન કેદની સજા કાપી રહેલા રામ રહીમને તેના સમર્થકોએ છેલ્લા 7 દિવસમાં 1334 રાખડી મોકલી છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે 27 હજાર રાખડીઓ મોકલવામાં આવી હતી. પરંતુ આ વખતે આંકડો ઘટી ગયો છે.

પેરોલ પર બહાર છે રામ રહીમ
રામ રહીમ માટે રાખડીની સાથે મોટી સંખ્યામાં શુભેચ્છા કાર્ડ પણ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્યારેક પેરોલ, ક્યારેક ફરલો તો ક્યારેક સારવારના નામ પર રામ રહીમ જેલમાંથી બહાર આવતા રહે છે, જેને લઈને તેના અનુયાયીયોમાં ખુબ જોશ બનેલો રહે છે. 

આ પણ વાંચોઃ Modi vs Kejrival: 'ફ્રી' રેવડીનો મુદ્દો ગરમાયો, કેજરીવાલે પીએમ મોદી પર કર્યો પલટવાર  

રાખડીની સંખ્યામાં આવી કમી
તો રામ રહીમની ઓછી રાખડીઓ આવવાને કારણે પોસ્ટ વિભાગને ખુબ નુકસાન થયું છે અને તેની આવક પર અસર પડી છે. પરંતુ દર વર્ષે રક્ષાબંધન પર રામ રહીમના અનુયાયી તેને હજારોની સંખ્યામાં રાખડી અને શુભેચ્છા કાર્ડ મોકલે છે. છેલ્લા ચાર વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. જ્યારે પણ રક્ષાબંધનનો તહેવાર આવે છે તો આશરે 10-15 દિવસ સુધી સતત રોહતકની સુનારિયા જેલમાં પોસ્ટ આવે છે, જે ગુરમીત રામ રહીમના નામે હોય છે. 

સ્થિતિ એવી બની જાય છે કે ડાક કર્મચારીઓને રોહતકના મુખ્ય પોસ્ટ ઓફિસથી સુનારિયા પોસ્ટઓફિસ સુધી લઈ જવા માટે ભાડાની ઓટો કરવી પડે છે. રામ રહીમના નામે જે પણ કવર આવે છે તેને કોથળામાં ભરીને લાવવા પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More