Home> India
Advertisement
Prev
Next

Petrol Pump પર છેતરપિંડીની આ છે નવી ટેકનિક, ભરાવતાં પહેલાં તમે ધ્યાન રાખજો

Petrol Pump Scam: પેટ્રોલપંપ પર તમને હંમેશાં ડર હોય છે કે ઓછું પેટ્રોલ આવશે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે, જ્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે અને તેમને તેની જાણ પણ હોતી નથી. તો અહીં અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છે, જેની મદદથી તમે છેતરપિંડીથી બચી શકો છો.

Petrol Pump પર છેતરપિંડીની આ છે નવી ટેકનિક, ભરાવતાં પહેલાં તમે ધ્યાન રાખજો

Petrol Pump Fraud In India: ભારતમાં પેટ્રોલ પંપની છેતરપિંડી એક મોટી સમસ્યા છે. આ એક નવી બાબત નથી. તમે ગમે તેટલા હાઈટેક હો પણ કેટલાક સંચાલકો મીટર સાથે જ ચેડાં કરતાં હોય છે. તમે ગમે તેટલી નજર રાખો પણ તમારી ગાડીમાં તમે ખર્ચેલા રૂપિયાનું પેટ્રોલ ભરાતું જ નથી. અવારનવાર એવા કિસ્સાઓ સામે આવે છે, જ્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે અને તેઓને તેની જાણ પણ હોતી નથી. તો અહીં તમારા માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમે છેતરપિંડીથી બચી શકો છો.

- સૌ પ્રથમ, તમારે મીટર રીડિંગ તપાસવું જોઈએ. ઇંધણ ભરતી વખતે, તમારે મીટર રીડિંગ પર નજર રાખવી જોઈએ. જો તમને લાગે કે મીટર બરાબર દેખાતું નથી, તો તમારે વાહનમાંથી નીચે ઉતરવું જોઈએ. આ સિવાય ફ્યુઅલ નોઝલ પર પણ નજર રાખવી જોઈએ.

- તમે ફિલ્ટર પેપર ટેસ્ટ પણ કરી શકો છો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 મુજબ તમામ પેટ્રોલ પંપોએ ફિલ્ટર પેપરનો સ્ટોક રાખવો જરૂરી છે. તમે ફિલ્ટર પેપર પર પેટ્રોલના થોડા ટીપાં નાખીને ટેસ્ટ કરી શકો છો. જો પેટ્રોલ શુદ્ધ હશે તો કાગળ પર કોઈ ડાઘ નહીં રહે. જો ડાઘ દેખાતા હોય તો પેટ્રોલમાં ભેળસેળ હોઈ શકે છે.

- આ ઉપરાંત ઘણી વખત મશીનના મીટરમાં પણ ચેડાં કરીને ગ્રાહકોને છેતરવામાં આવે છે. જો તમને લાગે કે ઓછું પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવી રહ્યું છે, તો તમે 5 લીટરના જારને ટેસ્ટ કરી શકો છો. આ જારમાં તેલ ભરીને તમે ક્રોસ ચેક પણ કરી શકો છો.

- જો તમે નવા પેટ્રોલ પંપ પર ગયા છો, તો તમે તે પંપ વિશે પણ માહિતી એકત્રિત કરી શકો છો. આ માટે, તમારે વેબસાઇટ પર જવું જોઈએ અને રીવ્યુ વાંચવા જોઈએ. જરૂર પડ્યે તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો. ઇન્ડિયન ઓઇલ માટે કસ્ટમર કેર નંબર 1800-2333-555 છે, જ્યારે ગ્રાહક ફરિયાદો માટે ભારત પેટ્રોલિયમ માટે કસ્ટમર કેર નંબર 1800224344 છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More