Home> India
Advertisement
Prev
Next

કેનેડાના વીઝા ભૂલી જાઓ : હવે થોભો અને રાહ જુઓ, ઉતાવળ ના કરતા

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલો વિવાદ વધુને વધુ વકરતો જાય છે. આ વિવાદને પગલે હાલ પુરતા કેનેડા જવાના સપના છોડી દેવાની જરૂર છે, આ અમે નથી કહી રહ્યાં આ વિદેશી બાબતોના નિષ્ણાત જણાવી રહ્યાં છે.

કેનેડાના વીઝા ભૂલી જાઓ : હવે થોભો અને રાહ જુઓ, ઉતાવળ ના કરતા

Canada visa : ખાલિસ્તાન વિવાદને લઈને ભારત સરકાર હવે બરાબર એક્શનમાં છે અને કેનેડા સરકારને ખુલ્લો પડકાર પણ ફેંકી દીધો છે. ભારત સરકારે કેનેડાને પોતાના ડઝન જેટલા રાજદ્વારીઓને પાછા બોલાવવાનું કહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે ભારત સરકારે કેનેડાને કહ્યું કે તેઓએ 10 ઓક્ટોબર સુધીમાં લગભગ 40 રાજદ્વારીઓને પાછા બોલાવવાનું કહ્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું એક્શન કહી શકાય. એમ્બેસીમાં 3 ફંડક્શન હોય છે.

 જેમાં એક પોલિટિક્સ, ટ્રેડ કમિશન અને ઈમિગ્રેશન એ સૌથી વધારે મહત્વના હોય છે. પોલિટિક્સ અને ટ્રેડ કમિશન એ 2 દેશના વેપારને પ્રાધાન્ય આપે છે. એટલે કટૌતી થાય તો પણ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં થશે. જો ભારતમાં ઈમિગ્રેશનના અધિકારો ઓછા થશે તો તેની સીધી અસર વીઝા પર થશે. ભારતે કેનેડીયનને તો વીઝા આપવાના બંધ કરી દીધા છે. હવે ભારતમાંથી જે અધિકારીઓ કેનેડાના વિઝા જાહેર કરે છે એમાંથી પણ સ્ટાફ ઓછો થાય તો હાલમાં કેનેડા જવાના સપનાં જોતાં લોકોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે. 

એક અખબારના રિપોર્ટ મુજબ ભારત સરકારે કેનેડાને કહ્યું છે કે તેમના રાજદ્વારીઓ ભારત છોડે॥ આ સમગ્ર મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે મોદી સરકારે કહ્યું કે કેનેડાના 40 ડિપ્લોમેટ્સ 10 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે. ભારત સરકારે આ વાતના પહેલેથી જ સંકેત આપ્યા હતા જ્યારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કેનેડાના વધુ પડતા રાજદ્વારીઓ અહીં તૈનાત છે. આવામાં તેમની સંખ્યા ઓછી કરવાની જરૂર છે. હજુ જોકે કેનેડાનું તેના પર કોઈ રિએક્શન આવ્યું નથી. પરંતુ એવું મનાય છે કે કેનેડામાં પણ ભારતીય ડિપ્લોમેટ્સની સંખ્યામાં કમી આવી શકે છે. ભારત તરફથી કેનેડા વિરુદ્ધ આ ચોથું એક્શન છે. ભારત કોઈ પણ સંજોગોમાં આ મામલે ઝૂકવાનું નામ લેતું નથી.

ભારતે સૌથી પહેલા કેનેડાના એક ગુપ્તચર અધિકારીને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. પછી વિઝા સેવાઓ બંધ કરી હતી અને કનાડના નાગરિકોની ભારતમાં એન્ટ્રી પર રોક લગાવી હતી. એટલું જ નહીં ભારત સરકારે કેનેડાની મુસાફરી કરનારા ભારતીયો માટે એડવાઈઝરી પણ બહાર પાડી હતી.

 આમ આ રીતે મોદી સરકારે કેનેડા વિરુદ્ધ આ ચોથું પગલું ભર્યું છે. અત્રે જણાવવાનું કે જૂનમાં કેનેડામાં એક ખૂંખાર ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ હતી. આ હત્યાકાંડમાં કેનેડાએ ભારતીય એજન્સીઓનો હાથ હોવાનું કહ્યું હતું અને પછી આ મામલો યુએન સુધી ગૂંજ્યો. જેના કારણે બે દેશો વચ્ચે તણાવ છે. ભારત સતત આ આરોપો ફગાવી રહ્યું છે. કેનેડાએ પણ હજુ સુધી પોતાના આરોપો સાબિત કરી શકે એવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More