Home> India
Advertisement
Prev
Next

સપ્ટેમ્બર મહિનાના GST કલેક્શનમાં થયો મોટો ઘટાડો, આર્થિક મોરચે નુકસાન

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનના મોરચા પર મોદી સરકારને સપ્ટેમ્બર મહિનામાં પણ ઝટકો લાગ્યો છે. સપ્ટેમ્બર મહિનાનું GST કલેક્શન રૂ.1 લાખ કરોડથી પણ નીચે રહ્યું છે. 
 

સપ્ટેમ્બર મહિનાના GST કલેક્શનમાં થયો મોટો ઘટાડો, આર્થિક મોરચે નુકસાન

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનના મોરચા પર મોદી સરકારને સપ્ટેમ્બર મહિનામાં પણ ઝટકો લાગ્યો છે. સપ્ટેમ્બર મહિનાનું GST કલેક્શન રૂ.1 લાખ કરોડથી પણ નીચે રહ્યું છે. મહેસુલ વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કુલ રૂ.91,916 કરોડનું જીએસટી કલેક્શન થયું છે. 

મહેસુલ વિભાગના અનુસાર આ અગાઉ ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન રૂ.98,203 કરોડ રહ્યું હતું. એટલે કે ઓગસ્ટ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં રૂ.6,298 કરોડ ઓછો જીએસટી આવ્યો છે. 

રેલવેની નવી સુવિધાઃ હવે આ ટ્રેન લેટ થશે તો મુસાફરોને મળશે વળતર

સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં ઘટાડો
આંકડા અનુસાર કુલ જીએસટી કલેક્શન રૂ.91,916 કરોડમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો ભાગ છે. જેમાં કેન્દ્ર સરકારના રૂ.16,630 કરોડથી વધુ છે અને રાજ્યોનો હિસ્સો રૂ.22,598 કરોડ છે. કેન્દ્રને રૂ.45,069 કરોડ IGSTથી મળ્યા છે. 

ઓગસ્ટનો આંકડો 
ઓગસ્ટ મહિનામાં કુલ રૂ.98,203 કરોડનું GST કલેક્શન થયું હતું, જેમાં કેન્દ્રનો હિસ્સો રૂ.17,733 કરોડ હતો, જ્યારે રૂ.24,239 કરોડ રાજ્યો તરફથી મળ્યા હતા. IGST કલેક્શન રૂ.48,958 કરોડ રહ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2019માં આ રકમ રૂ.1,02,083 કરોડ રહ્યી હતી અને જુન મહિનામાં રૂ.99,939 કરોડ રહી હતી. આ રીતે, જુન અને જુલાઈની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ઘટાડો થયો હતો અને હવે ઓગસ્ટ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનમાં ઘટાડો થયો છે. જેની સીધી અસર સરકારની તિજોરી પર પડશે. 

જુઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More