Home> India
Advertisement
Prev
Next

ગ્રેટર નોએડા: ભાતમાંથી મીટ નિકળતા ભડક્યાં વિદ્યાર્થીઓ, ધર્મ ભ્રષ્ટ કર્યાનો આરોપ

 ગ્રેટર નોએડાની એક હૉસ્ટેલમાં રવિવારે ભોજનમાં મીટ નિકળ્યા બાદ હોબાળો થઇ ગયો. મેસનાં છોલે અને ભાતમાં મીટ મળવા અંગે વિદ્યાર્થીઓએ બબાલ કરી અને ધર્મ ભ્રષ્ટ કરવાનો આરોપ લગાવ્યો. હૉસ્ટેલની બહાર વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો. ત્યાર બાદ મેસમાં રહેલા ભોજનને ફેંકી દેવામાં આવ્યું. 

ગ્રેટર નોએડા: ભાતમાંથી મીટ નિકળતા ભડક્યાં વિદ્યાર્થીઓ, ધર્મ ભ્રષ્ટ કર્યાનો આરોપ

નવી દિલ્હી : ગ્રેટર નોએડાની એક હૉસ્ટેલમાં રવિવારે ભોજનમાં મીટ નિકળ્યા બાદ હોબાળો થઇ ગયો. મેસનાં છોલે અને ભાતમાં મીટ મળવા અંગે વિદ્યાર્થીઓએ બબાલ કરી અને ધર્મ ભ્રષ્ટ કરવાનો આરોપ લગાવ્યો. હૉસ્ટેલની બહાર વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો. ત્યાર બાદ મેસમાં રહેલા ભોજનને ફેંકી દેવામાં આવ્યું. 

આંધ્રમાં 60 સહેલાણીઓ સાથેની હોડી ડુબી, 7ના મોત, આંકડો વધે તેવી શક્યતા

જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !
આ ઘટના બાદ ખુબ જ ગુસ્સે ભરાયેલ અને ધર્મ ભ્રષ્ટ કર્યાના આરોપો લાગ્યા. એટલું જ નહી વિદ્યાર્થીઓએ હોબાળો પણ ચાલુ કરી દીધો. વિદ્યાર્થીઓનો ગુસ્સો જોઇને પોલીસને માહિતી આપી દીધી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે વિદ્યાર્થીઓને કઇ પ્રકારે શાંત કરાવ્યા. પોલીસ તરફથી કાર્યવાહીનું આશ્વાસન અપાવાયા બાદ વિદ્યાર્થીઓ શાંત થયા અને હોસ્ટેલમાં તણાવનું વાતાવરણ સમાપ્ત થયું. નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનનાં જીએન હોસ્ટેલે આ મુદ્દે પોલીસે કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. 

ગંગવારે કહ્યું, નોકરીતો છે યોગ્ય યુવાનો નહી, માયાવતી-પ્રિયંકાએ ઝાટકણી કાઢી
પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. ભોજન કોણે બનાવ્યું હતું અથવા ક્યાંથી મંગાવાયું હતુ તે અંગે પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. આ ઉપરાંત હોસ્ટેલ સંચાલક અને કેન્ટીન કોન્ટ્રાક્ટરને પણ જવાબ રજુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હાલ તો પોલીસ આ કિસ્સો ધાર્મિક રંગ ન પકડે તેવા પ્રયાસો કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More