Home> India
Advertisement
Prev
Next

12 મેથી ટ્રેનોનું સંચાલન ચાલુ કરાશે, કાલ સાંજે 4 વાગ્યાથી IRCTC પર શરૂ થશે બુકિંગ

ભારતીય રેલવેએ 12 મેથી આંશિક રીતે રેલવે સેવા ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. 12 મેથી ચાલુ થશે આંશિક રેલ સેવા, નવી દિલ્હીથી 15 શહેરો માટે વિશેષ ટ્રેન ચાલશે. 11 મેની સાંજે 4 વાગ્યાથી ટિકિટોના બુકિંગ ચાલુ થશે. 12 મે બાદ અન્ય રૂટ પર ટ્રેન ચાલુ થઇ શકે છે. આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગ્લુરૂ, ચેન્નાઇ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે રવાના થશે.

12 મેથી ટ્રેનોનું સંચાલન ચાલુ કરાશે, કાલ સાંજે 4 વાગ્યાથી IRCTC પર શરૂ થશે બુકિંગ

નવી દિલ્હી : ભારતીય રેલવેએ 12 મેથી આંશિક રીતે રેલવે સેવા ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. 12 મેથી ચાલુ થશે આંશિક રેલ સેવા, નવી દિલ્હીથી 15 શહેરો માટે વિશેષ ટ્રેન ચાલશે. 11 મેની સાંજે 4 વાગ્યાથી ટિકિટોના બુકિંગ ચાલુ થશે. 12 મે બાદ અન્ય રૂટ પર ટ્રેન ચાલુ થઇ શકે છે. આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગ્લુરૂ, ચેન્નાઇ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે રવાના થશે.

Bois Locker Room મુદ્દે ચોંકાવનારો ખુલાસો, યુવતીએ જ Fake ID બનાવી કિશોરોને દુષ્કર્મ માટે ઉશ્કેર્યા

ભારતીય રેલવેએ જણાવ્યું કે, સ્ટેશન પર ટિકિટ બુકિંગની વિન્ડો બંધ રહેશે, પ્લેટફોર્મ ટિકિટ સહિત અનેક કાઉન્ટર ચાલુ રહેશે. યાત્રીઓએ ફરજીયા માસ્ક પહેરવા પડશે. તમામ યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. સ્ક્રીનિંગ બાદ માત્ર તે જ લોકોને ટ્રેનમાં બેસવાની પરવાનગી હશે. સ્ક્રીનિંગ બાદ માત્ર તે જ લોકોને ટ્રેનમાં ચઢવાની પરવાનગી હશે. જેમાં વાયરસના સંક્રમણના કોઇ જ લક્ષણો નહી હોય. રેલવેના અનુસાર કેટરિંગની સુવિધા નહી મળે.

MLC ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે નિર્વિરોધ ચૂંટાય તે જરૂરી, કોંગ્રેસ માત્ર એક ઉમેદવાર ઉતારવા તૈયાર

આ સાથે જ રેલવે ધીરે ધીરે બીજા રૂટ પર પણ વિશેષ ટ્રેન ચાલુ કરશે. તેના માટે માત્ર ઓનલાઇન ટિકિટ જ IRCTC દ્વારા બુક થશે. ભાડામાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી. રેલવેએ કહ્યું કે, યાત્રા પહેલા તમામનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે લોકોની કન્ફર્મ ટિકિટ હશે તેમને જ યાત્રા કરવા દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ક્યાંય પણ ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવ્યા નથી. માત્ર ઓનલાઇન બુકિંગ જ ચાલુ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More