Home> India
Advertisement
Prev
Next

વન નેશન, વન ઈલેક્શનની કમિટીનું નોટિફિકેશન જાહેર, સામે આવ્યા સભ્યોના નામ

One Nation, One Election: વન નેશન, વન ઈલેક્શનની સંભાવનાઓની તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે શનિવાર (2 સપ્ટેમ્બર) એ કમિટીના સભ્યોની જાહેરાત કરી છે. 

વન નેશન, વન ઈલેક્શનની કમિટીનું નોટિફિકેશન જાહેર, સામે આવ્યા સભ્યોના નામ

નવી દિલ્હીઃ One Nation, One Election: વન નેશન, વન ઈલેક્શનની કમિટીને લઈને કેન્દ્ર સરકારે આજે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. કમિટીના ચેરમેન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ છે. સમિતિના સભ્યના રૂપમાં ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ સિંહ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને સંજય કોઠારી સામેલ છે. 

વન નેશન, વન ઈલેક્શન સમિતિ
રામનાથ કોવિંદ, પૂર્વ રાષ્ટ્રપતિ- ચેરમેન
અમિત શાહ, કેન્દ્રીય મંત્રી- સભ્ય
અધીર રંજન ચૌધરી, લોકસભામાં વિપક્ષ નેતા- સભ્ય
ગુલામ નબી આઝાદ, પૂર્વ વિપક્ષ નેતા રાજ્યસભા- સભ્ય
એન કે સિંહ, નાણાપંચના પૂર્વ ચેરમેન- સભ્ય
ડો. સુભાષ સી કશ્યપ, પૂર્વ સેક્રેટરી જનરલ, લોકસભા- સભ્ય
હરીશ સાલ્વે, સીનિયર વકીલ- સભ્ય
સંજય કોઠારી, પૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર- સભ્ય

કમિટીનું નામ ઉચ્ચ સ્તરીય સમિતિ અને અંગ્રેજીમાં એચએલસી કહેવામાં આવશે. કાયદા અને ન્યાય વિભાગના સચિવ નીતિન ચંદ્રા તેનો એક ભાગ હશે. નિતેન ચંદ્રા પણ HLCના સચિવ રહેશે. આ ઉપરાંત સમિતિની બેઠકમાં કેન્દ્રીય ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ હાજર રહેશે.

હકીકતમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો અર્થ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More