Home> India
Advertisement
Prev
Next

ખેડૂતોની આવકમાં વધારો કરવા સરકારે બનાવી 'કો-ઓપરેટિવ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'

કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્પાદનો જેમ કે ડેરી પ્રોડક્ટ, પ્રોસેસ્ડ ફૂડ, ડાયેટરી સપ્લીમેન્ટ, ફિશરીઝ પ્રોડક્ટ, હેન્ડલૂમ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ પ્રોડક્સ અને મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલાં અનેક મોટાં ઉત્પાદનોમાં એક્સપોર્ટની અપાર સંભાવનાઓ છે. અત્યારે કૃષિ સંબંધિત ઉત્પાદનોની કુલ નિકાસ 30 અબજ ડોલર છે અને તેમાં 60 અબજ ડોલરની સંભાવનાઓ રહેલી છે.
 

ખેડૂતોની આવકમાં વધારો કરવા સરકારે બનાવી 'કો-ઓપરેટિવ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'

નવી દિલ્હીઃ કો-ઓપરેટિવ(Co-Operative) ક્ષેત્ર સાથે સંકળાયેલા 13 કરોડ ખેડૂત(Farmer) પરિવારો માટે સારા સમાચાર છે. સરકાર આ ખેડૂતોને એક મોટું પ્લેટફોર્મ(Platform) પુરું પાડવા જઈ રહી છે. અત્યાર સુધી મોટા ખેડૂતો પોતાનાં ઉત્પાદનોને અલગ-અલગ રીતે એક્સપોર્ટ(Export) કરતા હતા, પરંતુ નાના ખેડૂતો આમ કરી શક્તા ન હતા. સરકારે હવે આ સમસ્યાના સમાધાન માટે કો-ઓપરેટિવ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(Co-Operative Export Promotion Council) બનાવવાનો નિર્ણય લીધો છે. આ કાઉન્સિલ નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલની આગેવાની હેઠળ કામ કરશે. 

કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્પાદનો જેમ કે ડેરી પ્રોડક્ટ, પ્રોસેસ્ડ ફૂડ, ડાયેટરી સપ્લીમેન્ટ, ફિશરીઝ પ્રોડક્ટ, હેન્ડલૂમ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ પ્રોડક્સ અને મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલાં અનેક મોટાં ઉત્પાદનોમાં એક્સપોર્ટની અપાર સંભાવનાઓ છે. અત્યારે કૃષિ સંબંધિત ઉત્પાદનોની કુલ નિકાસ 30 અબજ ડોલર છે અને તેમાં 60 અબજ ડોલરની સંભાવનાઓ રહેલી છે. આથી નના અને સિમાન્ત ખેડૂતોને સીધું આંતરરાષ્ટ્રીય માર્કેટ આપવામાં કો-ઓપરેટિવ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 

ઈનકમ ટેક્સ વિભાગની નોટિસનો જવાબ આપવો હવે બની જશે અત્યંત સરળ

કૃષિ નિષ્ણાત વિજય સરદાનાએ જણાવ્યું કે, "આપણાં દેશમાંથી કૃષિ ઉત્પાદોની નિકાસ થાય છે, પરંતુ મોટા ખેડૂતો જ તેમાં મુખ્ય ભાગીદાર છે. કેટલીક વખત ક્વોલિટી અથવા સંબંધિત દેશના નિયમો જાણતા ન હોવાના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. કેટલીક વખત રિજેક્શનનો પણ સામનો કરવો પડે છે. સરકાર નાના ખેડૂતો માટે નિકાસને સરળ કરવાનું વિચારી રહી છે."

દેશમાં કુલ કો-ઓપરેટિવની સંખ્યા 8.50 લાખ છે, જેમાં કૃષિ અને તેની સાથે સંકળાયેલા કો-ઓપરેટિવની સંખ્યા 2.32 લાખ છે. ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજાર મળે તેના માટે સરકાર 11 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી દિલ્હીના પ્રગતિ મેદાનમાં કો-ઓપરેટિવ ક્ષેત્રના ખેડૂતોનાં ઉત્પાદનોનો એક આંતરરાષ્ટ્રીય મેળો પણ આયોજિત કરી રહી છે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More