Home> India
Advertisement
Prev
Next

યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ પોતાનું MBBS પૂરુ કરી શકશે, પણ સરકારે આપેલી આ શરતે

Ukraine Medical Students: વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે કેન્દ્ર દ્વારા બનાવાયેલી એક સમિતિ દ્વારા નિર્ણય લેવામા આવ્યો હતો. સમિતિઆએ બાબત પર જોર આપ્યો કે, આ વન ટાઈમ ઓપ્શન રહેશે

યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ પોતાનું MBBS પૂરુ કરી શકશે, પણ સરકારે આપેલી આ શરતે

MBBS Study : સુપ્રીમ કોર્ટે વૈશ્વિક મહામારી કોવિડ 19 ને યુદ્ધને કારણે યુક્રેન, ચીન અને ફિલીપાઈન્સથી પરત ફરેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને બે પ્રયાસોમાં એમબીબીએસ ફાઈનલ પરીક્ષા પાસ કરવાની પરમિશન આપી છે. તેઓએ ભારતના કોઈ પણ મેડિકલ કોલેજમાં રજિસ્ટ્રેશન વગર જ હાલની નેશનલ મેડિકલ કાઉન્સિલ (એનએમસી) પુસ્તકક્રમ અને નિયમોનું પાલન કરવાનું રહેશે. 

યુક્રેન છોડીને બાકીના દેશોથી આવેલી વિદ્યાર્થીઓ કોરોનાને કારણે ભારત પરત આવ્યા હતા. ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન, કિર્ગીસ્તાન, જ્યોર્જિયા, રશિયામાં મોટાભાગના વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ લીધો હતો. યુક્રેન-રશિયા યુદ્ધમાં સ્વદેશ પરત ફરેલા એમબીબીએસ વિદ્યાર્થીઓએ એક વર્ષ સુધી કંઈ કરી શક્યા ન હતા. મોટાભાગના વિદ્યાર્થીએ ટ્રાન્સફર તથા અન્ય દેશોની મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. હવે એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને રાહત મળી છે. પરંતું એમબીબીએસના પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવાયો નથી. 

ગુજરાતના ઘનઘોર જંગલ વચ્ચે આવેલું છે માતા વિશ્વંભરીનું વિશ્વનું એકમાત્ર મંદિર

સરકારના જણાવ્યા અનુસાર, યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને ફાઈનલ પરીક્ષા (પાર્ટ-1 અને પાર્ટ-2) એમબીબીએસ પરીક્ષાની પેટર્ન પર લેવાશે. તેઓએ એક વર્ષની અંદર પરીક્ષા પાસ કરવાની રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું કે, વિદ્યાર્થીઓની પાસે ફાઈનલ પરીક્ષા પાસ કરવા માટે આ અંતિમ તક છે. માત્ર આ મામલામાં આ સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ તેને લઈને કોઈ માંગ નહિ કરે.

કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ બે પરીક્ષાઓને પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને બે વર્ષની ફરિજાયત રોટેટરી ઈન્ટર્નશિપ પૂરી કરવાની રહેશે. જેમાં પહેલા વર્ષે મફત કરવાની રહેશે અને બીજા વર્ષે તેનું વળતર કરવામાં આવશે. જેમ કે નેશનલ હેલ્થ આયોગ (એનએમસી) એ ગત વર્ષોમાં નક્કી કર્યુ હતું. જકે, અહીં કોઈ મેડિકલ કોલેજમાં તેમને એડમિશન નહિ મળે.

વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે કેન્દ્ર દ્વારા બનાવાયેલી એક સમિતિ દ્વારા નિર્ણય લેવામા આવ્યો હતો. સમિતિઆએ બાબત પર જોર આપ્યો કે, આ વન ટાઈમ ઓપ્શન રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More