Home> India
Advertisement
Prev
Next

આવકનો દાખલો કઢાવવા નહીં પડે કોઈને ભઈબાપા કરવાની જરૂર, જાણો આ સરળ પ્રક્રિયા

Aavak No Dakhalo: શું તમને ખબર છે કે આવકના દાખલો બ્રહ્માસ્ત્ર એટલાં માટે કહેવાય છે કારણ કે, કોઈપણ સરકારી કામકાજમાં જો તમારે પૈસાની જરૂર હોય તો એમાં આવકનો દાખલો અચુક માંગવામાં આવે છે. એટલું જ નહીં સરકારી નોકરીમાં ભરતી વખતે અનામતનો લાભ લેવા માંગતા ઉમેદવારોએ પણ ક્રિમિલીયર સર્ટી અને જાતિનું પ્રમાણ રજૂ કરતી વખતે પણ આવકના દાખલાની જરૂર પડે છે. જાણી લો શું છે આખી પ્રોસેસ....

આવકનો દાખલો કઢાવવા નહીં પડે કોઈને ભઈબાપા કરવાની જરૂર, જાણો આ સરળ પ્રક્રિયા

Income Proof : જ્યારે તમે કોઈ સરકારી સહાય મેળવવા માંગતા હોવ તો મોટાભાગના કામોમાં એક સરકારી સર્ટીફિકેટની જરૂર પડે છે. આ સરકારી સર્ટિફેકટ એટલે આવકનો દાખલો. આવકનો દાખલો એ દર્શાવે છેકે, તમારી આવક કેટલી છે. અલબત્ત તમારી આવક સરકારે નક્કી કરેલાં ક્રાઈટએરિયા કરતા ઓછી છે. તેથી તમને આ સહાય મળવા પાત્ર છે. જેમાં ખાસ કરીને તમારી વાર્ષિક આવક વધુમાં વધુ બે થી અઢી લાખ સુધીની હોઈ શકે છે. તમારી આવક વર્ષે દોઢ લાખ છે કે બે લાખ છે તેનું આ સર્ટિફેકટ હોય છે જે સરકારી કચેરીમાં બધા પુરાવા જમા કરાવ્યાં બાદ જ તમને મળે છે. આ સર્ટિ એટલે આવકનો દાખલો. આવકનો દાખલો એક વાર કઢાવ્યા પછી તે ત્રણ વર્ષ સુધી માન્ય ગણવામાં આવે છે. ના હોય તો કઢાવી લેજો હવે જરૂર પડશે. 

શું તમારી પાસે આવકનો દાખલો છે?

સામાન્ય લોકોની વાત કરીએ તો હંમેશા તમે કહેતા સાંભળવા મળશે કે આવકનો દાખલો કઢાવવાનો છે...જેમાં એવું લખીને આપવામાં આવે છેકે, આ વ્યક્તિની વાર્ષિક આવક આટલી છે. તેના પરિવારની આવક આટલી છે. તે આર્થિક રીતે પછાત છે. જેમાં વર્ષે  દોઢ થી બે લાખ સુધીની આવક દર્શાવવામાં આવે છે. હેલ્થ સેક્ટર હોય કે હાઉસીંગની વાત હોય, મોટેભાગે કોઈપણ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તમને આવકના દાખલાની જરૂર પડતી જ હોય છે. શું તમારી પાસે આવકનો દાખલો છે? ના હોય તો કઢાવી લેજો, ગમે ત્યારે પડી શકે છે આ સરકારી કાગળની જરૂર....

અહીં જોઈએ છે દાખલોઃ
ત્રણ વર્ષ બાદ તેની સમય અવધી પુરી થઈ જતા, જો જરૂર હોય તો તમારે ફરીથી આ પ્રક્રિયા ફોલો કરીને આવકનો દાખલો કઢાવવો પડે છે. જે સરકારી આરોગ્ય સેવાઓનો લાભ લેતી વખતે, સરકારી સસ્તા મકાન ખરીદવા માંગતા હોવ તો તેવા સમયે આવકના પુરાવાની ફરજિયાત જરૂર પડે છે. જેના માટે તમારે ફરજિયાત પણે આવકનો દાખલો કઢાવવો જ પડે છે. આ માટે તમારે પણ સાવચેતી રાખવાની જરૂર છે. 

બ્રહ્માસ્ત્ર ગણાય છે આવકનો દાખલોઃ
આ દાખલો ઘણી જગ્યાએ તાત્કાલિક આપવો પડે એમ હોય છે તો જ કામ થઈ શકે. ત્યારે આવી સ્થિતિમાં લોકો બની બેઠેલાં એજન્ટોને ઢગલાબંધ રૂપિયા ખવડાવીને આવકના દાખલા કઢાવતા હોય છે. લોકોની પણ મજબૂરી છે, કારણકે, તેમની પાસે પુરતી માહિતીનો અભાવ હોય છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સરકારી યોજનાઓનો લાભ લેવા જરૂરી ઘણાંના સૌથી મોટા પુરાવા એટલેકે, બ્રહ્માસ્ત્ર સમાન આવકનો દાખલો પૈસા ખવડાવ્યા વિના કેવી રીતે સરળતાથી કઢાવી શકાય તેની જાણકારી... આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરશો તો તમને કોઈ સમસ્યા આવશે નહીં...

જો તમારે પૈસાની જરૂર હોય તો...
આવકના દાખલાને અહીં બ્રહ્માસ્ત્ર એટલાં માટે કહ્યો, કારણકે, કોઈપણ સરકારી કામકાજમાં જો તમારે પૈસાની જરૂર હોય તો એમાં આવકનો દાખલો અચુક માંગવામાં આવે છે. એટલું જ નહીં સરકારી નોકરીમાં ભરતી વખતે અનામતનો લાભ લેવા માંગતા ઉમેદવારોએ પણ ક્રિમિલીયર સર્ટી અને જાતિનું પ્રમાણ રજૂ કરતી વખતે પણ આવકના દાખલાની જરૂર પડે છે. તમે ભણતા હોવ ત્યારે તમારા પિતાના નામનો આવકનો દાખલો કઢાવવો પડતો હોય છે. હોસ્પિટલનું કામ હોય કે, હાઉસીંગમાં મકાન લેવાનું નિયમાનુસાર આ દરેકમાં આવકના દાખલાની જરૂર પડે છે. ત્યારે અહીં જાણો વિગતવાર માહિતી કે, આખરી કોઈ માથાકૂટ કર્યા વિના, ખોટા રૂપિયા ખર્ચ્યા વિના કઈ રીતે કઢાવી શકાય છે આવકનો દાખલો.

આવકનો દાખલો કઢાવવા માટે કયા-કયા પુરાવાની પડે છે જરૂર?

  • અરજદારનો આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર)
  • અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા)
  • ૩ ૩0. ની કોર્ટ ફી ટીકીટ
  • ૫૦ ૩, નો સ્ટેમ્પ
  • મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો દાખલો.

દરેક જ્યાએ માંગે છે આ પુરાવોઃ
દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી-સિક્કા કરાવવાના હોય છે. જેના માટે તમારે નોટરીની જે ફી થાય તે ચુકવવી પડે છે. એટલું જ નહીં તેના માટે તમારે ઝેરોક્ષની સાથો-સાથ ઓરીજીનલ પુરાવા પણ સાથે રાખવાના હોય છે. દરેક ઝેરોક્ષ પર તમારે સેલ્ફ એસેસમેન્ટ માટે પોતાની સહી પણ કરીને રાખવાની હોય છે. જોકે, આ આવકનો દાખલો ત્રણ વર્ષ સુધી તમને કામમાં લાગે છે. એક વાર આવકનો દાખલો નીકળી ગયો તો તમે તેને રિન્યું પણ કરાવી શકો છો. 

આવકનો દાખલો કઢાવવા માટેની શું છે સંપૂર્ણ પ્રક્રિયા?

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી. (જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો.) અપોઇનમેન્ટ ની રસીદ અને પુરવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું.
  • ફોર્મ ભર્યા બાદ 3 3. ની કોર્ટ ફી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી. અને અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી.
  • ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટી ને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ માં બોલાવી શકે)
  • તલાટીના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું. આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.
  • રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે-તે તારીખે તમારો આવકનો દાખલો મેળવી લેવો.

અહીંથી ડાઉનલોડ કરો આવકના દાખલા માટેનું ફોર્મઃ
ગુજરાત સરકારના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે સાચવી ને રાખવો. આવક ના દાખલાનું ફોર્મ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંકનો ઉપયોગ કરી શકો છો. https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s63.pdf આ તમને સીધો લાભ કરાવશે. તમને તુરંત જ દાખલાની કોપી મળી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More