Home> India
Advertisement
Prev
Next

RASHIFAL: 2021માં મકરમાં અસ્ત થશે ગુરૂ, આટલું રાખજો ધ્યાન

17 જાન્યુઆરીએ ગુરૂ મકર રાશીમાં અસ્ત થવા જઈ રહ્યો છે.આ દિવસે ગુરૂ સાંજે 5 વાગ્યે અને 52 મિનિટે અસ્ત થશે અને 14 ફેબ્રુઆરી સુધી આ જ અવસ્થામાં રહેશે.મકર સંક્રાંતિ પછી સારા કાર્યોની શરૂઆત થઈ જાય છે પરંતુ આ વર્ષે ગુરૂના અસ્ત થવા પર લગ્ન જેવા શુભ પ્રસંગો કરી  શકાતા નથી.

RASHIFAL: 2021માં મકરમાં અસ્ત થશે ગુરૂ, આટલું રાખજો ધ્યાન

નીરજ ચોકસી, અમદાવાદઃ આમ, તો 14 જાન્યુઆરી બાદ કમુરતા ઉતરી જાય છે અને લોકો 15 તારીખથી શુભ કાર્યની શરૂઆત કરી દેતા હોય છે પરંતુ આ વર્ષે ગુરૂ મકર રાશીમાં અસ્ત થતો હોવાથી શુભ કાર્યો કરી શકાશે નહીં. જાણો કઈ રાશીને શું ફરક પડશે.

મેષ-
તમારા માન-સમાન્નમાં ઘટાડો થઈ શકે છે.નાના ભાઈ-બહેન સાથે વિવાદ થાય તેવી પરિસ્થિતી ઉભી થઈ શકે છે.પિતા સાથે પણ અણબનાવ બને તેવી શક્યતા છે.વાણીને નિયંત્રણમાં રાખો. ખર્ચ વધુ થઈ શકે છે.જરૂરી ના હોય તે પ્રકારનો ખર્ચ કરવાથી બચો.

વૃષભ-
તમારા લોકોના ભાગ્ય સ્થાનમાંથી ગુરૂ અસ્ત થઈ રહ્યા છે તો નશીબના ભરોસે ના બેસો પોતે જ પ્રયાસ કરો.ધન પર નિયંત્રણ રાખો નહીંતો ખર્ચની માત્રા વધી શકે છે.

આ પણ વાંચોઃ કેમેરાની સામે આ મોટી હસ્તિઓએ લીધી વેક્સિન, લોકોમાં વધશે વિશ્વાસ  

મિથુન-
જો તમે નવું વાહન અથવા તો મકાન ખરિદવાનું વિચારી રહ્યા હોય તો તમારા આ વિચારને થોડા સમય માટે અમલમાં ના મુકશો.આ સમયમાં કોઈ પણ પ્રકારનું રોકાણ ના કરો નહીંતો તમારે નુકસાન ભોગવવું પડશે.ખર્ચ કરવામાં નિયંત્રણ રાખો.

કર્ક-
આ સમયે તમારા પરિવારમાં અઘટીત ઘટના ઘટી શકે છે.કોઈ કાર્યમાં વિધ્ન આવવાથી તમે માનસિક તણાવમાં આવી શકો છો જેથી આ સમયમાં દરેક કામ ખૂબ સાવધાનીથી કરવા.

સિંહ-
સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું,પારિવારીક જીવનનું પણ ધ્યાન રાખો,ઘરના સભ્યો સાથે વાદ-વિવાદ થઈ શકે છે.કોર્ટ-કચેરીનો ધક્કો થઈ શકે છે જેથી વિવાદિત કાર્યોથી દૂર રહેવાની કોશીશ કરવી.

કન્યા-
સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખવાવાળા લોકોને આ સમયમાં પરેશાની ભોગવવાનો વારો આવી શકે છે.સ્વાસ્થ્ય પર ખૂબ વધારે ધ્યાન આપવાની જરૂર છે.વિદ્યાર્થીઓને આ સમયગાળામાં વધુ મહેનત કરવી પડશે નહીતો પરેશાની ભોગવવી પડશે.

આ પણ વાંચોઃ લગ્ન માટે યુવતીઓની લઘુત્તમ ઉંમર 18 વર્ષ કે 21 વર્ષ, સજ્જનસિંહનું વિવાદાસ્પદ નિવેદન   

તુલા-
માન-સમ્માનમાં ઘટાડો થઈ શકે છે.નવી નોકરી મળવામાં હજુ પરેશાની આવી શકે છે.જો તમે વ્યપારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હમણા થોડા થોભો અને હા,આ સમયે કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યનું આયોજ ના કરો.

વૃશ્ચિક-
વાણી પર નિયંત્રણ રાખવું.ખૂબ ગુસ્સો આવી શકે છે જેથી કોઈ પણ કાર્ય ખૂબ વિચારીને જ કરવું.ગુસ્સાના કારણે વાદ-વિવાદ થઈ શકે છે જેથી વાદ વિવાદવાળી વાતોથી દૂર રહેવું.

ધન-
આ સમયમાં પરિવારમાં થોડી અનબન થઈ શકે છે.સગા સબંધીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે.કોઈ પણ જરૂરી કામ કરતા પહેલા વડીલોની સલાહ જરૂર લેજો.વડીલોની મદદથી તમારા કાર્ય સાચી દિશામાં આગળ વધશે.કોઈ મહત્વ પૂર્ણ નિર્ણય આ સમયે લેવો નહીં.

મકર-
સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે ધન ખર્ચ વધી શકે છે.તમે તમારી આર્થીક પરિસ્થિતીની સાથે પારિવારીક જીવન અંગે પણ સતર્ક રહો.

કુંભ-
વિદેશથી જોડાયેલું કોઈ પણ કાર્ય આ સમયમાં ના કરો.તમારુ કોઈ પણ કાર્યખૂબ સાવધાનીથી સુજ બુજ સાથે કરો.દુર્ઘટનાથી બચીને રહેવું.

મીન-
મીન રાશીના લોકોને આ સમયે કોઈ પણ પ્રકારનું રોકાણ ના કરવું જોઈએ.કોઈ પણ જરૂરી કામ કરતા પહેલા ભાગીદાર અથવાતો જીવનસાથીની સલાહ જરૂર લેવી.સલાહ લઈને કાર્ય કરવાથી તમને જરૂર ફાયદો થશે.જો તમે ક્યાંય પણ રોકાણ કરવા ઈચ્છતા હોય તો 15 ફેબ્રુઆરી સુધી રાહ જોવી જરૂરી છે.
 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More