Home> India
Advertisement
Prev
Next

'ગોધરા જેવી ઘટના થવાનો ડર', રામ મંદિર ઉદ્ઘાટનને લઈને સંજય રાઉતનું ચોંકાવનારૂ નિવેદન

Ram Mandir inauguration: શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે મંગળવારે દાવો કર્યો કે એવી આશંકા છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરના ઉદ્ઘાટન સમયે ગોધરા ટ્રેન અગ્નિકાંડ જેવી ઘટનાઓ બની શકે છે. 

'ગોધરા જેવી ઘટના થવાનો ડર', રામ મંદિર ઉદ્ઘાટનને લઈને સંજય રાઉતનું ચોંકાવનારૂ નિવેદન

મુંબઈઃ Ram Mandir inauguration: શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે મંગળવારે દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરના ઉદ્ઘાટન સમયે ગોધરા ટ્રેન અગ્નિકાંડ જેવી ઘટના બને તેવી સંભાવના છે. પત્રકારો સાથે વાત કરતા રાઉતે એવો પણ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)નો 'સિંગલ-પોઇન્ટ એજન્ડા' સામાન્ય ચૂંટણીઓ પહેલા દેશમાં ધાર્મિક તણાવ પેદા કરવાનો છે.

રાજ્યસભાના સાંસદ રાઉતે અહીં 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ની બેઠક પહેલા આ વાત કહી હતી. તેમણે દાવો કર્યો હતો કે, “અમને ડર છે કે જે રીતે ગોધરા થયું, જે રીતે કહેવામાં આવી રહ્યું છે... તે જ રીતે રામ મંદિરના ઉદ્ઘાટન વખતે દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ટ્રેન દ્વારા (અયોધ્યા) લાવવામાં આવશે. સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે ટ્રેન પર પુલવામા જેવો હુમલો કરવામાં આવી શકે છે. લોકોની વચ્ચે આ ડર છે."

રાઉતે દાવો કર્યો- તેમ કહેવામાં આવી રહ્યું છે કે પુલવામા જેવું ષડયંત્ર રચવામાં આવી શકે છે, કહેવામાં આવી રહ્યું છે કે ગોધરા જેવી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, તો ચૂંટણી પહેલા આ પ્રકારના ક્રૂર કૃત્યને અંજામ આપવામાં આવી શકે છે. ઘણી રાજકીય પાર્ટીઓને આ દર છે. તેમણે કહ્યું કે મુંબઈમાં વિપક્ષી ગઠબંધનની બેઠકમાં તેના પર ચર્ચા કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ બેઠક પહેલાં વિપક્ષની દોડધામ, મુંબઈની બેઠકમાં I.N.D.I.A ગઠબંધનની ખરી પરીક્ષા

એક પત્રકારે રાઉતને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા કરવામાં આવેલા કામોમાં કથિત અનિયમિતતા અંગે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલ દ્વારા ગડકરીને નિશાન બનાવવા અંગે પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં તેમણે બચાવ કર્યો હતો.

એનએચઆઈ ગડકરીના રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ આવે છે. રાઉતે કહ્યુ- નીતિન ગડકરી મોદી કેબિનેટમાં એક મહત્વપૂર્ણ નેતા છે અને સક્ષમ મંત્રી છે. દેશમાં તેમનું કામ દેખાઈ રહ્યું છે. તે દેશના ભવિષ્યના નેતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More