Home> India
Advertisement
Prev
Next

Festive Offer: ગો એરમાં મફતના ભાવે કરી શકો છો મુસાફરી

ઓક્ટોબરથી માંડી જાન્યુઆરી સુધીનો સમયગાળો ફેસ્ટિવલ સીઝનનાં નામથી ઓળખવામાં આવે છે

Festive Offer: ગો એરમાં મફતના ભાવે કરી શકો છો મુસાફરી

નવી દિલ્હી : તહેવારની સીઝ આવતા જ હરવા ફરવાનાં શોખીન લોકો વેકેશન પર જવાનુ આયોજન બનાવવાનાં પ્લાન ચાલુ કરી દે છે. ઓક્ટોબરથી માંડી જાન્યુઆરી સુધી ઉત્સવપુર્ણ વાતાવરણ તરીકે જ ઓળખાય છે. આ દરમિયાન શોપિંગ સાઇટ્સનાં મુદ્દે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા પણ ઘણી ઓફર આવતી રહેતી હોય છે. ટ્રાવેલિંગના શોખીન લોકો માટે GO AIR પણ ફેસ્ટિવલ ઓફર લાવ્યું છે. 

GoAirની આ ઓફર હેઠળ સ્થાનિક ઉડ્યનની શરૂઆતની કિંમત 1099 રૂપિયા છે. આ ઓફર હેઠળ 12 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર 2018 સુધી ટીકિટ ખરીદી શકો છો. આ દરમિયાન ખરીદવામાં આવેલી ટિકિટથી તમે 28 ઓક્ટોબર 2018થી 31 જાન્યુઆરી સુધી ટ્રાવેલ કરી શકો છો. આ ઓફર હેઠળ તમે ગો એરનાં ગો સ્ટાર સભ્ય બનીને આગામી ઉડ્યન માટે 225 રૂપિયાનું કન્વેનિયન્સ ફી ઓફનો ફાયદો ઉઠાવી શકો છો. 
fallbacks
ડોમેસ્ટિક ફ્લાઇટનું ભાડુ
એરલાઇન કંપનીની આ ઓફર હેઠળ શ્રીનગરથી શરૂઆતી ટીકિટની કિંમત 1099 રૂપિયા છે. ચેન્નાઇ માટે ટિકિટની કિંમત 1199 રૂપિયા અને અમદાવાદથી 1399 રૂપિયા છે. બેંગ્લોર અને રાંચી માટે ટિકિટની શરૂઆત 1499 અને પુણે અને ગોવાથી ટિકિટનાં ભાવ 1599 રૂપિયા છે. મુંબઇ, પટના, હૈદરાબાદ અને જયપુર માટેટિકિટની કિંમત 1699 રૂપિયા રાખવામાં આવી છે. ગુવાહાટી, નાગપુર માટે 1799 રૂપિયા, લેહ માટે 1899 રૂપિયા અને કોલકાતા માટેનું ભાડુ 1999 રૂપિયાનું શરૂઆતી ભાડું રાખવામાં આવ્યું છે. દિલ્હી અને લખનઉ માટે 2199 રૂપિયા અન કોચ્ચિ માટે 2599 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More