Home> India
Advertisement
Prev
Next

જલ્દી થાય રામ મંદિરનું નિર્માણ, હિન્દુઓનું ધૈર્ય તૂટશે તો કંઇપણ થઇ શકે છે: ગિરિરાજ સિંહ

તેમણે કહ્યું કે કપિલ સિબ્બલ કહ્યું હતું કે, અત્યારે નિર્ણય આવશે નહીં, ચૂંટણી આવે છે. એટલે કોંગ્રેસ ઇચ્છે છે મંદિર બનશે નહીં, વિવાદીત બન્યું રહે. અમે વોટ લેતા રહીએ, પરંતુ 125 કરોડ હિન્દુઓ હવે રાહ જોવા માટે તૈયાર નથી.

જલ્દી થાય રામ મંદિરનું નિર્માણ, હિન્દુઓનું ધૈર્ય તૂટશે તો કંઇપણ થઇ શકે છે: ગિરિરાજ સિંહ

રવિન્દ્ર કુમાર/ પટના: ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ગરમાતો જઇ રહ્યો છે. તેમના નિવેદનને લઇ હમેશાં ચર્ચામાં રહેતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહએ રામ મંદિરને લઇને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે હિન્દુઓની ધીરજ તૂટી રહી છે, મને ડર છે કે તેનું પરિણામ શું હશે.

ગિરિરાજ સિંહે કહ્યું કે દેશનું દુર્ભાગ્ય છે કે હિન્દુઓને પ્રતાડિત થવું પડે છે. આઝાદી પછી હિન્દુ-મુસ્લિમના નામ પર દેશના ભાગલા પડ્યા. તે સમયે જો કોંગ્રેસે હિન્દુઓની આસ્તાનું કેન્દ્ર પ્રભુ શ્રી રામનું મંદિર બનાવતી તો આજે આ દુર્દશા થતી નહીં. જવાહર લાલ નેહરૂએ વોટ માટે તેને વિવાદીત બનાવી રાખ્યો હતો. અત્યાર પણ કોંગ્રેસ તેને વિવાદીત બનાવી રાખવા માંગે છે.

વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિર વિવાદ: અયોધ્યા કેસની સુનાવણીની ટળી, આગામી વર્ષે જાન્યુઆરીમાં સુનાવણી થશે

તેમણે કહ્યું કે કપિલ સિબ્બલ કહ્યું હતું કે, અત્યારે નિર્ણય આવશે નહીં, ચૂંટણી આવે છે. એટલે કોંગ્રેસ ઇચ્છે છે મંદિર બનશે નહીં, વિવાદીત બન્યું રહે. અમે વોટ લેતા રહીએ, પરંતુ 125 કરોડ હિન્દુઓ હવે રાહ જોવા માટે તૈયાર નથી. જો સીમા તૂટી ગઇ, તો કઇપણ થઇ શકે છે. પછી ભલે સરકાર અધિનિયમ લાવે અથવા કોર્ટ નક્કી કરે છે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઇએ. હવે વધુ રાહ જોવી નથી.

ઘણા મુદ્દાઓ પર આપી ચુક્યા છે વિવાદીત નિવેદન
આ પહેલા પણ ઘણા મુદ્દાઓ પર ગિરિરાજ સિંહ રામ મંદિરને લઇને વિવાદીત નિવેદન આપી ચુક્યા છે. આ પહેલા શેખપુરના બરબીધામાં તેમણે કહ્યું હતું કે હિન્દૂ-મુસ્લિમ બન્ને સમુદાયના લોકો મળીને રામ મંદિરના કાર્યમાં સહયોગ આપે. જો રામ મંદિરનું નિર્માણ નહીં થયા તો હિન્દુઓનું દિલ દુ:ખાશે. ત્યારબાદ કઇપણ થઇ શકે છે.

વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિરના મહંત બોલ્યા: અમને માત્ર ભગવાન પર વિશ્વાસ, કોઇ વ્યક્તિ પર નહીં

‘કોગ્રેસે ના પસંદ કરી પટેલની સલાહ’
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે હાલમાં જ બેગૂસરાયમાં કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ અમારી પાર્ટી માટે ચૂંટણીનો મુદ્દો નથી. રામ મંદિર અસ્તિમાની ઓળખ છે. આ દુર્ભાગ્યની વાત છે કે 1952માં સરદાર વલ્લભબાઇ પટેલની સલાહ પર કોંગ્રેસ પાર્ટી દ્વારા કાશી, મથુરા અને અયોધ્યામાં મંદિર બનાવ્યું ન હતું. જો તે સમયે મંદિર બની ગયું હતો તો આજે આ વિવાદ રહેતો નહીં.

બેગુસરાયમાં મીડિયા સાથે વાત કરતા ગિરિરાજ સિંહે કહ્યું હતું કે સબરીમાલા પર તો સુપ્રીમ કોર્ટે તેમનો નિર્ણય તાત્કાલીક આપી દીધો હતો, પરંતુ રામ મંદિર પર નહીં. તેમણે કહ્યું કે કોર્ટને આ મુદ્દાને તાત્કાલીક જોવો જોઇએ. ક્યાંક એવું ના થાય કે રાહ જોતા-જોતા હિન્દુઓની ધીરજ ના તૂટી જાય.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More