Home> India
Advertisement
Prev
Next

વાયરલ થયું ગિલગિટ-બાલ્ટિસ્તાનનું ટ્વીટર હેન્ડલ, ફોલો કરવા લાગી હોડ


 ટ્વીટર પર ગિલગિટ-બાલ્ટિસ્તાનનું એક હેન્ડલ લોન્ચ થયું છે, જેને ફોલો કરવાની હોડ લાગી છે. લોકો ખુબ ઝડપથી તેને ફોલો કરી રહ્યાં છે. 

વાયરલ થયું ગિલગિટ-બાલ્ટિસ્તાનનું ટ્વીટર હેન્ડલ, ફોલો કરવા લાગી હોડ

નવી દિલ્હીઃ ટ્વીટર પર ગિલગિટ-બાલ્ટિસ્તાનનું એક હેન્ડલ લોન્ચ થયું છે, જેને ફોલો કરવાની હોડ લાગી છે. આમ તો આ હેન્ડલના સત્તાવાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં હવે બ્લૂ ટિક લાગેલું નથી અને આ એકાઉન્ટ અત્યાર સુધી વેરિફાઇડ નથી. એકાઉન્ડની જાણકારી મળતા તેને ફોલો કરવાની હોડ લાગી છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાને ગેરકાયદે કબજો કરેલો છે. ભારત સરકાર પાકિસ્તાનને વારંવાર આ વિસ્તારમાંથી પાછા જવા માટે અપીલ કરી રહી છે. 

એકાઉન્ટ પર લદ્દાખની સરકારી વેબસાઇટની લિંક
એકાઉન્ટના ડિસ્ક્રિપ્શનમાં 'ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદ્દાખ (કેન્દ્રશાસિત પ્રદેશ) ભારતનું સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ લખવામાં આવ્યું છે. લોકેશન ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદ્દાખ (UT) છે. બાજુમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની સત્તાવાર વેબસાઇટની લિંક ladakh.nic.in આપવામાં આવી છે અને એકાઉન્ટનું લોન્ચિંગ મે 2020માં થયું છે.'
fallbacks

વાયરલ થયુ ગિલગિટ-બાલ્ટિસ્તાનનું ટ્વીટર એકાઉન્ટ
આ ટ્વીટર હેન્ડલ એટલું વાયરલ થઈ ગયું છે કે, ઝડપથી તેના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને કેન્દ્રની સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ પણ ફોલો કરી રહ્યાં છે. આ ટ્વીટર હેન્ડલ પરથી પ્રધાનમંત્રી કાર્યાલય  (PMO)નું તે ટ્વીટ પણ રી-ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 કલાકે દેશના નામે સંબોધનની સૂચના આપવામાં આવી છે. 

વિદેશોથી ભારતીયોની વાપસીનો બીજો ફેઝ 16 મેથી શરૂ, 7 દિવસમાં 31 દેશોમાંથી 149 ફ્લાઇટ આવશે 

IMD આપી રહ્યું છે હવામાનની માહિતી
મહત્વનું છે કે ભારતીય હવામાન વિભાગ (IMD)એ પાછલા સપ્તાહે જ ગિલગિત-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદની હવામાનની સ્થિતિ જણાવવાનું શરૂ કર્યું હતું. તેના જવાબમાં રેડિયો પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરના હવામાનની સ્થિતિ જણાવી જે ટેકનિકલી ખોટી હતી. તેમાં -4 ડિગ્રીને વધુમાં વધુ અને -1 ડિગ્રીને ન્યૂનતમ તાપમાન બતાવવામાં આવ્યું હતું. આ ટ્વીટ માટે રેડિટો પાકિસ્તાન ખુબ ટ્રોલ થયું હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More