Home> India
Advertisement
Prev
Next

હૈદરાબાદમાં શાનદાર પ્રદર્શનને ભાજપે ગણાવી 'નૈતિક જીત', જેપી નડ્ડાએ જણાવ્યો આગળનો પ્લાન


GHMC Election Result: ભાજપના અધ્યક્ષે કહ્યું કે, ચૂંટણી પરિણામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ અને વહીવટી મોડલને મળેલું સમર્થન દર્શાવે છે. હૈદરાબાદના લોકોએ સ્પષ્ટ કરી દીધું કે 2023મા યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ હશે. 
 

હૈદરાબાદમાં શાનદાર પ્રદર્શનને ભાજપે ગણાવી 'નૈતિક જીત', જેપી નડ્ડાએ જણાવ્યો આગળનો પ્લાન

નવી દિલ્હીઃ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  (GHMC Election Result) ચૂંટણીમાં શાનદાર પ્રદર્શનને ભાજપે  (BJP) 'નૈતિક' જીત ગણાવી છે. પાર્ટી તરફથી કહેવામાંઆવ્યું કે, તેલંગણામાં સત્તા સંભાળી રહેલી ટીઆરએસની એકમાત્ર વિકલ્પના રૂપમાં ઉભરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા  (BJP President JP Nadda)એ પરિણામને પાર્ટી માટે ઐતિહાસિક ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, આ તે દેખાડે છે કે દેશ માત્ર વિકાસના એજન્ડાનું સમર્થન કરે છે. આ ચૂંટણીમાં ભાજપે 48 સીટો પર જીત મેળવી છે અને બીજા નંબરની પાર્ટી બની ગઈ છે. ટીઆરએસને 55 સીટો પર જીત મળી તો AIMIMએ 44 સીટો પોતાના નામે કરી છે. 

નડ્ડા બોલ્યા- હૈદરાબાદના લોકોએ સ્પષ્ટ કરી દીધુ, 2023માં શું થશે
ભાજપના અધ્યક્ષે કહ્યું કે, ચૂંટણી પરિણામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ અને વહીવટી મોડલને મળેલું સમર્થન દર્શાવે છે. હૈદરાબાદના લોકોએ સ્પષ્ટ કરી દીધું કે 2023મા યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ હશે. હું વિશ્વાસની સાથે કહી શકું કે તેલંગણાના લોકોએ ભ્રષ્ટ કેસીઆર સરકારને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. 

ભાજપના અધ્યક્ષે હૈદરાબાદની જનતાનો માન્યો આભાર
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે, જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે મને કહેવામાં આવ્યું કે, ગલી ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે. તે સમયે અમે કહ્યું હતું કે, આ એક રીતે હૈદરાબાદની જનતાનું અપમાન છે. તેમણે શાનદાર જીત પર હૈદરાબાદની જનતાનો આભાર માન્યો હતો.

ભૂપેન્દ્ર યાદવે પાર્ટીના પ્રદર્શનને ગણાવી નૈતિક જીત
ભાજપના દિગ્ગજ નેતા અને પાર્ટી મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાર્ટીના પ્રદર્શનને નૈતિક જીત ગણાવી છે. તેમણે કહ્યું કે, પાર્ટી તેલંગણામાં ટીઆરએસના એકમાત્ર વિકલ્પના રૂપમાં ઉભરી છે. ભાજપના પ્રદર્શને તે વાતની પુષ્ટિ કરી છે કે તે ટીઆરએસને મુખ્ય પડકાર આપનારી પાર્ટી તરીકે કોંગ્રેસનું સ્થાન લઈ રહી છે. ભાજપે 2019 લોકસભા ચૂંટણીમાં ચાર સીટ જીતી હતી અને પછી ડુબ્બકા વિધાનસભા પેટાચૂંટણીમાં તેણે સત્તામાં રહેલી પાર્ટીને પરાજય આપ્યો હતો. 

શું થશે કોઈ સમાધાન? કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે આજે પાંચમાં રાઉન્ડની બેઠક

ભાજપ તેલંગણામાં ટીઆરએસના વિકલ્પના રૂપમાં ઉભરી છે.
હૈદરાબાદમાં સ્થાનીક ચૂંટણી માટે પ્રભારી નિમણૂંક થયેલા યાદવે કહ્યુ કે, આ ચૂંટણીના પરિણામ ઉત્સાહજનક છે. તે ભાજપનું મનોબળ વધારનારા છે. તેનાથી પ્રદર્શિત થાય છે કે પીએમ મોદીના નેતૃત્વ અને સત્તાના તેમના મોડલની તમામ ક્ષેત્રોમાં સ્વીકાર્યતા છે. ભાજપ રાજ્યમાં સત્તામાં રહેલી ટીઆરએસના એકમાત્ર વિકલ્પ અને તેની મુખ્ય વિરોધી તરીકે ઉભર્યું છે. પાર્ટીના પ્રદર્શનથી તે પ્રદર્શિત થાય છે કે જનતાએ વંશવાદની રાજનીતિ વિરુદ્ધ અને ટીઆરએસના ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાનો જનાદેશ આપ્યો છે.

અમિત શાહે કર્યુ ટ્વીટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કરવા લોકોનો આભાર માન્યો. શાહે ટ્વીટમાં લખ્યુ- તેલંગણાના લોકોનો આભાર જેમણે પ્રધાનમંત્રી મોદીની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ દેખાડ્યો. જીએચએમસીમાં શાનદાર પ્રદર્શન માટે જેપી નડ્ડા, બંડી સંજયને શુભેચ્છા. તેલંગણા ભાજપના કાર્યક્રર્તાઓના અથાગ પરિશ્રમની પ્રશંસા કરુ છું. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More