Home> India
Advertisement
Prev
Next

ગાઝીયાબાદ: સીવરની સફાઇ માટે ઉતરેલા 5 કર્મચારીઓનાં શ્વાસ રુંધાતા મોત

ત્રણ કર્મચારીઓએ ઘટના સ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા, જ્યારે અન્ય બેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

ગાઝીયાબાદ: સીવરની સફાઇ માટે ઉતરેલા 5 કર્મચારીઓનાં શ્વાસ રુંધાતા મોત

ગાઝીયાબાદ : ગાઝીયાબાદમાં સીવર સાફ કરી રહેલા 5 સફાઇ કર્મચારીઓનું શ્વાસ રુંધાવાને કારણે કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર દિલ્હી નજીક ગાઝીયાબાદના નંદગ્રામ વિસ્તારની ઘટના છે. ઘટના બાદ તમામને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સે ત્રણને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બેનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
CBI બાદ ઈડી પણ કરશે ચિદમ્બરમની ધરપકડ, પરંતુ એ પહેલા જ થયો મોટો ફેરફાર

fallbacks

અજય કુમાર ભલ્લા દેશનાં નવા ગૃહ સચિવ, CACની લીલીઝંડી
મળતી માહિતી અનુસાર કૃષ્ણાકુંજમાં સીવર અને જળ નિગમની પાઇપ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. સીવરમાં સફાઇ માટે બે કર્મચારીઓ ઉતર્યા હતા. બંન્ને ઘણો લાંબો સમય સુધી પરત ન આવતા તેમને જોવા માટે અન્ય બે કર્મચારીઓ પણ ગયા. ત્યાર બાદ તેમની પાછળ વધારે એક કર્મચારી ગયો.જ્યાં ત્રણ કર્મચારીઓએ ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બેનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

મુંબઈ: MNS નેતા રાજ ઠાકરેની ઈડી કરી રહી છે પૂછપરછ, કલમ 144 લાગુ, અનેક કાર્યકરોની અટકાયત 

મુંબઈ: MNS નેતા રાજ ઠાકરેની ઈડી કરી રહી છે પૂછપરછ, કલમ 144 લાગુ, અનેક કાર્યકરોની અટકાયત 
જો કે આ ઘટના અંગે માહિતી મળ્યા બાદ જિલ્લા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે. પોલીસે પાંચેય શબને કબ્જામાં લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ ઘટના અંગે માહિતી મળ્યા બાદ મૃતકોનાં પરિવારમાં શોકની લાગણી વ્યાપ્ત થઇ છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More