Home> India
Advertisement
Prev
Next

સવર્ણ અનામતઃ સંસદમાં પસાર થવાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં ફેંકાયો પડકાર

આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીઓમાં 10 ટકા અનામત આપવાના સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પડકાર પેંકાઈ ગયો છે, તેના વિરુદ્ધ કરવામાં આવેલી અરજીમાં જનરલ ક્વોટાને બંધારણના પાયાના માળખાનો વિરોધી જણાવાયો છે 

સવર્ણ અનામતઃ સંસદમાં પસાર થવાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં ફેંકાયો પડકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગના લોકોને શિક્ષણ અને રોજગારમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. તેના માટે બંધારણિય (124મો સુધારા) ખરડો-2019 મંગળવારે લોકસભા અને બુધવારે રાજ્યસભામાં બહુમતી બાદ પસાર કરવામાં આવ્યો હતો. હવે, સંસદમાં પસાર થયેલો આ ખરડો રાષ્ટ્રપતિ સમક્ષ ગયો છે. જોકે, સંસદમાં મંજૂરી મળવાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં એક સંગઠને અરજી દાખલ કરીને તેને પડકાર ફેંક્યો છે. 'યુથ પોર ઈક્વાલિટી' નામના આ સંગઠને અરજીમાં બંધારણમાં સંશોધનને અનામત અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાના વિરુદ્ધમાં જણાવાયું છે. 

સવર્ણ વર્ગને આર્થિક દૃષ્ટિએ અનામત આપવાના કેન્દ્રના ખરડાને પડકાર ફેંકતી અરજીમાં કહેવાયું છે કે, આર્થિક માપદંડ અનામતનો એકમાત્ર આધાર બની શકે નહીં. અરજીમાં તેને બંધારણના પાયાના માળખાની વિરુદ્ધ જણાવાયું છે. સંગઠને સામાન્ય ક્વોટાને સમાનતાના અધિકાર અને બંધારણના પાયાના માળખાની વિરુદ્ધ જણાવ્યું છે. અરજીમાં એવું પણ કહેવાયું છે કે, 10 ટકા અનામતની જોગવાઈ નાગરાજ વિરુદ્ધ ભારત સરકાર કેસમાં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદાની વિરુદ્ધ છે. 

અયોધ્યા કેસ: બંધારણીય બેન્ચમાંથી જસ્ટિસ યુ યુ લલિત બહાર, આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ

આ અરજીમાં પરિવારની વાર્ષિક રૂ.8 લાખની આવકના માપદંડ સામે પણ સવાલ ઉઠાવાયા છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય વર્ગના ગરીબોને નોકરી અને શિક્ષણમાં અનામત માટે ભારતીય બંધારણમાં 123મું સંશોધન કરવામાં આવ્યું છે. બંધારણ (124મો સુધારો) ખરડો-2019 મંગળવારે લોકસભામાં અને બુધવારે રાજ્યસભામાં પસાર થઈ ગયો હતો. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે લાગુ થઈ જશે. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More