Home> India
Advertisement
Prev
Next

Viral Video: છીં..છીં..છીં...Railway Station પર પીવડાવવામાં આવતું હતું Toilet ના નળનું પાણી

ગરોઠ રેલવે સ્ટેશન (Garot Railway Station) પર મુસાફરોને ટોયલેટના નળનું પાણી પીવડાવવાનો મામલો સામે આવ્યા બાદ અધિકારી એક્શનમાં છે. તેના લીધે ગરોઠ સ્ટેશન માસ્ટરને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે એક કર્મચારી પણ દોષી મળી આવ્યો છે અને તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.  

Viral Video: છીં..છીં..છીં...Railway Station પર પીવડાવવામાં આવતું હતું Toilet ના નળનું પાણી

મંદસૌર: ગરોઠ રેલવે સ્ટેશન (Garot Railway Station) પર મુસાફરોને ટોયલેટના નળનું પાણી પીવડાવવાનો મામલો સામે આવ્યા બાદ અધિકારી એક્શનમાં છે. તેના લીધે ગરોઠ સ્ટેશન માસ્ટરને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે એક કર્મચારી પણ દોષી મળી આવ્યો છે અને તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.  

વીડિયો વાયરલ થતાં જાગ્યું તંત્ર
જોકે, સ્ટેશન પર કામ કરનાર એક કર્મચારીએ ટોયલેટના નળમાં પ્લાસ્ટિકની પાઇપ લગાવીને ડ્રિંકિંગ વોટર ટેંકમાં પાણી ભરવા મુકી દીધું હતું. જેનો વીડિયો સામે આવ્યો તો મુસાફરોએ સીધું જ રેલવે મંત્રીને ટ્વીટ કરી દીધું. ત્યારબાદ રેલવે વહિવટીતંત્ર જાગ્યું અને કેસની તપાસના આદેશ આપ્યા છે. ત્યારબાદ સ્ટેશન માસ્ટરે તાત્કાલિક ટાંકીની સફાઇ કરાવી અને પચેહે તેમાં સ્વચ્છ પાણી ભરાવ્યું. 

Vadodara: મહિલા દિન પહેલાં યુવતિઓએ માણી મહેફિલ, હાઇ પ્રોફાઇલ Liquor Party માણતાં 10 નબીરા ઝડપાયા

સ્ટેશન માસ્ટર અને કર્મચારી વિરૂદ્ધ થઇ કાર્યવાહી
દિલ્હી-મુંબઇ રેલ માર્ગ પર સ્થિત આ સ્ટેશન કોટા રેલ મંડળમાં આવે છે. જ્યારે આ મામલો પશ્વિમ-મધ્ય રેલવેના જનરલ મેનેજર શૈલેંદ્ર કુમાર સિંહની સામે આવ્યો તો તેમણે એક્શન લેતાં ગરોઠ સ્ટેશન માસ્ટર ચૌથમલ મીણાને તાત્કાલિક સસ્પેંડ કરી દીધા છે. આ સાથે જ ઘટનામાં સામેલ કર્મચારીઓને પણ સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More