Home> India
Advertisement
Prev
Next

ફ્રાન્સે ભારતને સોંપ્યા વધુ 5 રાફેલ ફાઇટર જેટ, ચીની J-20 માટે બનશે 'કાળ'


ફ્રાન્સે ભારતને રાફેલ ફાઇટર વિમાનની આગામી બેચ સોંપી દીધી છે. આ બેચમાં સામેલ પાંચ વિમાન હજુ ફ્રાન્સની ધરતી પર હાજર છે. માનવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરમાં રાફેલ વિમાન ભારત પહોંચશે. આ વિમાનોને પશ્ચિમ બંગાળમાં સ્થિત કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. 

ફ્રાન્સે ભારતને સોંપ્યા વધુ 5 રાફેલ ફાઇટર જેટ, ચીની J-20 માટે બનશે 'કાળ'

પેરિસઃ ફ્રાન્સે ભારતને રાફેલ ફાઇટર વિમાનની આગામી બેચ સોંપી દીધી છે. આ બેચમાં સામેલ પાંચ વિમાન હજુ ફ્રાન્સની ધરતી પર હાજર છે. માનવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરમાં રાફેલ વિમાન ભારત પહોંચશે. આ વિમાનોને પશ્ચિમ બંગાળમાં સ્થિત કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. જો ચીન સાથે લાગતી સરહદની દેખરેખ કરશે. રાફેલની પ્રથમ બેચમાં સામેલ પાંચ વિમાનોને 10 સપ્ટેમ્બરે એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યો હતો. 

ફ્રાન્સે ભારતને સોંપી રાફેલની બીજી બેચ
ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેનુઅલ લેનિલે એક અખબાર સાથે વાતચીતમાં કહ્યું કે, રાફેલ ફાઇટર જેટની બીજી બેચ ભારતને સોંપી દેવામાં આવી છે. આ વિમાન હાલ ફ્રાન્સમાં છે, હવે ભારતીય વાયુસેના પર નિર્ભર છે કે તે આ વિમાનોને ક્યારે ભારત લાવે છે. તેમણે ભારતીય વાયુસેનાના પાયલટોની પ્રશંસા કરતા તેમને ઉત્કૃષ્ટ ગણાવ્યા છે. 

ભારતે રાફેલમાં કરાવ્યા મોડિફિકેશન
ચીન સાથે લાગતી સરહદ પર તાપમાનને જોતા આ વિમાનમાં ભારતે પોતાના પ્રમાણે કેટલાક મોડિફિકેશન કરાવ્યા છે. જેથી ઓછા તાપમાનમાં પણ આ વિમાન સરળતાથી શરૂ થઈ શકે છે. પ્રથમ બેચમાં ભારત પહોંચેલા 5 રાફેલ વિમાનોની 250 કલાક કરતા વધુ ઉડાન અને ફીલ્ડ ફાયરિંગ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. આ વિમાનોને અંબાલામાં 17 ગોલ્ડનએરો સ્કાવડ્રનમાં સામેલ કરવામાં આવ્યા છે. 

Bihar Election: નીતીશ કુમારની હાજરીમાં JDUમા સામેલ થયા પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાન્ડેય  

ચીનના જે-20 પર ભારે પડશે રાફેલ
ભારતીય રાફેલના મુકાબલે ચીનના ચેંગદૂ J-20 અને પાકિસ્તાનના JF-17 ફાઇટર જેટ છે. પરંતુ આ બંન્ને રાફેલના મુકાબલે થોડા નબળા છે. ચીની જે-20ની મુખ્ય ભૂમિકા સ્ટીલ્થ ફાઇટરની છે, તો રાફેલ ઘણા કામોમાં લગાવી શકાય છે. જે-20ની બેઝિક રેન્જ 1200 કિલોમીટરની છે, જેને 2700 કિલોમીટર સુધી વધારી શકાય છે. J-20ની લંબાઈ 20.3 મીટરથી 20.5 મીટર વચ્ચે હોય છે. તેની ઉંચાઈ 4.45 મીટર અને વિંગસ્પેન 12.88-13.50 મીટર વચ્ચે છે એટલે કે રાફેલથી મોટુ છે. પાકિસ્તાનની પાસે રહેલ  JF-17મા ચીને  PF-15 મિસાઇલો જોડી છે છતાં પણ તે રાફેલના મુકાબલે નબળું છે. 

આગામી વર્ષના અંત સુધી ભારત આવી જશે બધા રાફેલ
ભારતે ફ્રાન્સની સાથે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે સોદો કર્યો હતો. 36 રાફેલ વિમાનોમાં 30 ફાઇટર અને 6 તાલીમ વિમાન. તાલીમ વિમાનોમાં બે સીટ હશે અને તેમાં લડાકૂ વિમાન વાળી લગભગ બધી વિશેષતાઓ હશે. રાફેલ વિમાન, રૂસથી સુખોઈ વિમાનોની ખરીદી બાદ 23 વર્ષોમાં લડાકૂ વિમાનોની ભારતની પ્રથમ મોટી ખરીદી છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More