Home> India
Advertisement
Prev
Next

Himachal Pradesh ના પૂર્વ CM વીરભદ્ર સિંહનું નિધન, બે વાર કોરોનાને આપી હતી માત

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે.

Himachal Pradesh ના પૂર્વ CM વીરભદ્ર સિંહનું નિધન, બે વાર કોરોનાને આપી હતી માત

સિમલા: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે. પૂર્વ સીએમના નિધનની પુષ્ટિ ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (IGMC) સિમલાના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.જનક રાજે કરી. આ અગાઉ સોમવારે તેમને હાર્ટ એટેક આવ્યા બાદ ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

હોસ્પિટલમાં વીરભદ્ર સિંહની તબિયત સતત બગડી રહી હતી. આ કારણે તેમને આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. વીરભદ્ર સિંહ અહીં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. આ અગાઉ IGMC ના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. જનક રાજે બુધવારે કહ્યું હતું કે સિંહની હાલાત ગંભીર છે પરંતુ તે સ્થિર છે. 

બે વાર કોરોનાને આપી માત
છ વાર પ્રદેશના સીએમ રહી ચૂકેલા સિંહ 23 એપ્રિલથી જ મેડિકલ નિગરાણીમાં હતા. તેમને 13 એપ્રિલના રોજ કોરોનાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તેમને મોહાલીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 23 એપ્રિલના રોજ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ સિમલા આવ્યા હતા. અહીં તેમને ફરીથી શ્વાસ સંબંધિત સમસ્યા ઊભી થઈ. તેમને ફરીથી IGMC માં દાખલ કરાયા. તેમને 11 જૂનના રોજ ફરીથી કોરોના સંક્રમણ  થયું. જો કે તે પછી તેઓ સાજા થઈ ગયા હતા. 

9 વાર વિધાયક અને 5 વાર સાંસદ રહ્યા
વીરભદ્ર સિંહ 9 વાર વિધાયક રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ પાંચ વાર સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. તેમણે 6 વાર સીએમ બનીને રાજ્યની કમાન સંભાળી. વર્તમાનમાં તેઓ સોલન જિલ્લાની અરકીથી ધારાસભ્ય હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More