Home> India
Advertisement
Prev
Next

ASIના પૂર્વ અધિકારીએ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાબતે વ્યક્ત કરી ખુશી

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, ASIના ખોદકામમાં 21મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા છે. આ પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. ખોદકામમાં ઈસ્લામિક સ્થાપત્યના પુરાવા મળ્યા નથી. 

ASIના પૂર્વ અધિકારીએ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાબતે વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ અંગે આપેલા પોતાના ઐતિહાસિક ચૂકાદામાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે, વિવાદિત સ્થાન પર બાબરના યુગમાં જે મીર બાકીએ મસ્જિદ બનાવી હતી ત્યાં પહેલા મંદિર હતું. સુપ્રીમ કોર્ટે આ વાત આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા એટલે કે ભારતીય પૂરાતત્વ શાખા દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજો-પુરાવાના આધારે કહી છે. કોર્ટે જણાવ્યું કે, પુરાતત્વ વિભાગના દસ્તાવેજોમાં એ જોવા મળ્યું છે કે, મસ્જિદના નીચે હિન્દુ સ્થાપત્યકળાના અવશેષો મળ્યા છે. 

ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ વિભાગના પૂર્વ ક્ષેત્રીય નિર્દેશક (ઉત્તર) કે.કે. મોહમ્મદે સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે જણાવ્યું કે, "સર્વોચ્ચ અદાલતમાં ASI દ્વારા પુરાતત્વ અને ઐતિહાસિક પુરાવા જમા કરાવાયા પછી જ કોર્ટ આ અંતિમ નિર્ણય પર પહોંચી છે. મેં જ્યારે કહ્યું હતું કે, બાબરી મસ્જિદથી પહેલા અહીં રામ મંદિર હતું તો લોકોએ મારા પર નિશાન સાધ્યું હતું. મને ધમકીઓ મળી હતી. આજે એ જ નિર્મય આવ્યો છે, જેની મને આશા છે."

Ayodhya Verdict : ચૂકાદો આપનારા 5 ન્યાયાધિશોને રંજન ગોગોઈ આજે આપશે ડિનર

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
મુખ્ય ન્યાયાધિશે અયોધ્યા રામ જન્મભૂમિ જમીન વિવાદનો ચૂકાદો સંભળાવતા કહ્યું કે, "બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી. 1949માં અહીં બે મૂર્તિઓ મુકવામાં આવી હતી. બાબરી મસ્જિદ હિન્દુ માળખા પર ઊભી કરવામાં આવી હતી. આ મસ્જિદ સમતળ સ્થાન પર બનાવાઈ ન હતી. ASIના ખોદકામમાં 21મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા છે. આ પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. ખોદકામમાં ઈસ્લામિક સ્થાપત્યના પુરાવા મળ્યા નથી. પૂરાતત્વ ખાતાને ખોદકામમાં મળેલા દસ્તાવેજોને ફગાવી શકાય નહીં."

Ayodhya Verdict: અયોધ્યા મુદ્દે સૌથી મોટો ચુકાદો...જાણો કોને શું મળ્યું?

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે, "મુસ્લિમ પોતાના પુરાવાથી એ સાબિત કરી શક્યા નથી કે વિવાદિત જમીન પર તેમનો જ એકાધિકાર હતો. અલાહાબાદ હાઈકોર્ટનો એ આદેશ જેમાં સુન્ની વકફ બોર્ડને જમીનના ભાગલાનો આદેશ ખોટો હતો. કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટ બનાવીને મંદિર બનાવવાની યોજના તૈયાર કરે. મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવામાં આવે."

Ayodhya Verdict પર શુ બોલ્યા પીએમ મોદી અને તેમના ચાણક્ય, જાણો

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More