Home> India
Advertisement
Prev
Next

2024માં ફરી આવશે NDA સરકાર, વોટશેર હશે 50 ટકાને પાર, પીએમ મોદીનો હુંકાર

NDA Meeting: દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની બેઠક ચાલી રહી છે જેમાં 38 પાર્ટીઓ સામેલ છે. આ પછી બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. વિપક્ષી દળોએ ગઠબંધનનું નામ 'UPA' માંથી બદલીને 'ભારત' કર્યું, જેનો પ્રસ્તાવ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યો હતો.

2024માં ફરી આવશે NDA સરકાર, વોટશેર હશે 50 ટકાને પાર, પીએમ મોદીનો હુંકાર

NDA Meeting: આગામી વર્ષે 2024માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે દરેક રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએની બેઠક મંગળવારે દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં 38 જેટલી રાજકીય પાર્ટીઓ સામેલ થઈ હતી. બેઠકમાં અમિત શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ અન્ય સાથી દળોના નેતાઓએ પણ સંબોધન કર્યું હતું. અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાપન ભાષણમાં અનેક મુદ્દાની ચર્ચા કરી હતી. 

પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ કહ્યુ કે NDAની 25 વર્ષની યાત્રાની સાથે એક સંયોગ જોડાયો છે. આ તે સમય છે, જ્યારે આપણો દેશ આવનારા 25 વર્ષ માટે એક મોટા લક્ષ્યની પ્રાપ્તિ માટે પગલા ભરી રહ્યું છે. આ લક્ષ્ય વિકસિત ભારતનું છે, આત્મનિર્ભર ભારતનું છે. પીએમ મોદીએ વિપક્ષના ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે ગઠબંધન ભ્રષ્ટાચાર પર આધારિત હોય તો દેશનું નુકસાન કરે છે. 

ત્રીજીવાર બનશે એનડીએની સરકાર
પીએમ મોદીએ કહ્યુ કે પોતાના રાજકીય સ્વાર્થ માટે લોકો પાસે-પાસે આવી શકે છે. પરંતુ સાથે ન આવી શકે. જે લોકો આજે મોદી પર હુમલો કરવામાં આટલો સમય લગાવી રહ્યાં છે, સારૂ થાત તે દેશ માટે, ગરીબ માટે વિચારવાનો સમય લગાવત. 2024ની ચૂંટણી દૂર નથી અને દેશના લોકો મન બનાવી ચુક્યા છે કે ત્રીજીવાર એનડીએને અવસર આપવાનો છે. 

આપણે ક્યારેય નકારાત્મક રાજનીતિ નથી કરીઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે આપણે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ આપણે સકારાત્મક રાજનીતિ કરી. આપણે ક્યારેય નકારાત્મક રાજનીતિ કરી નથી. આપણે વિપક્ષમાં રહીને સરકારોનો વિરોધ કર્યો, તેના કૌભાંડો સામે લાવ્યા પરંતુ જનાદેશનું અપમાન નથી કર્યું અને ન વિદેશી તાકાતોની મદદ માંગી છે. 

પીએમ મોદીએ જણાવ્યો એનડીએનો મતલબ
પીએમ મોદીએ આ દરમિયાન એનડીએનો મતલબ પણ જણાવ્યો હતો. તેમણે કહ્યું કે એનનો અર્થ છે ન્યૂ ઈન્ડિયા, ડી નો મતલબ છે કે ડેવલપ્ડ નેશન, એનો મતલબ છે એસ્પિરેશન ઓફ પીપલ એટલે લોકોની આકાંક્ષા. આજે યુવા, મહિલાઓ, મધ્યમ વર્ગ, દલિત અને વંચિતોને એનડીએ પર વિશ્વાસ છે. 

વિપક્ષના ગઠબંધન પર હુમલો
પીએમ મોદીએ કહ્યુ કે, ગઠબંધન સત્તાની મજબૂરીથી થાય છે, જ્યારે ગઠબંધન ભ્રષ્ટાચારના ઇરાદાથી હોય, જ્યારે ગઠબંધન પરિવારવાદની નીતિ પર આધારિત હોય, જ્યારે ગઠબંધન જાતિવાદ અને ક્ષેત્રવાદને ધ્યાનમાં રાખી કરવામાં આવે તો દેશને ખુબ નુકસાન પહોંચાડે છે. 

એનડીએ માટે રાષ્ટ્ર પહેલા
પીએમ મોદીએ આગળ કહ્યુ કે એનડીએ માટે રાષ્ટ્ર પહેલા છે, રાષ્ટ્રની સુરક્ષા પહેલા છે, પ્રગતિ પહેલા છે અને લોકોનું સશક્તિકરણ પહેલા છે. એક તરફથી એનડીએ અટલ જીના એક વારસા સાથે આપણે જોડાયેલા છીએ. એનડીએના નિર્માણમાં અડવાણી જીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી અને તે આજે આપણું માર્ગદર્શન કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More