Home> India
Advertisement
Prev
Next

લદાખમાં મોટી દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ

રક્ષા અધિકારીઓના જણાવ્યાં મુજબ શુક્રવારે લદાખમાં ટેંકને નદી પાર કરાવવામાં આવી રહી હતી. આ એક રૂટીન એક્સસાઈઝ હતી. આ બધા વચ્ચે અચાનક નદીમાં સૈલાબ આવી ગયો અને સેનાના 5 જવાનોના મોત થયા.

લદાખમાં મોટી દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
Viral Raval |Updated: Jun 29, 2024, 11:52 AM IST

લદાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેંકો સાથે અભ્યાસ દરમિયાન નદીમાં પાણીનું સ્તર વધી જતા 5 જવાનોના મોત થયાના દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. રક્ષા અધિકારીઓના જણાવ્યાં મુજબ શુક્રવારે લદાખમાં ટેંકને નદી પાર કરાવવામાં આવી રહી હતી. આ એક રૂટીન એક્સસાઈઝ હતી. આ બધા વચ્ચે અચાનક નદીમાં સૈલાબ આવી ગયો અને સેનાના 5 જવાનોના મોત થયા. આ અકસ્માતમાં કેટલાક જવાનો ઘાયલ થવાના પણ સમાચાર છે. 

સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ સેનાના જવાન ટેંકો સાથે અભ્યાસ કરી રહ્યા હતા. દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરતી વખતે અચાનક જળસ્તર વધી ગયું. જળસ્તર વધવાથી ટેંક પાણીની અંદર જ ફસાઈ ગયું. આ અકસ્માતમાં 5 જવાનોએ જીવ ગુમાવ્યા. 

વાત જાણે એમ છે કે શુક્રવારે દૌલત બેગ ઓલ્ડીમાં ટેંક અભ્યાસ ચાલુ હતો અને સેનાના અનેક ટેંક ત્યાં હાજર હતા. આ દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાસે એક ટી-72 ટેંક દ્વારા નદી કેવી રીતે પાર કરાય તેનો અભ્યાસ ચાલુ હતો. અભ્યાસ દરમિયાન જ્યારે એક ટેંક નદી પાર કરવાની કોશિશ કરવા લાગી તો અચાનક નદીમાં પાણીનું સ્તર વધી ગયું અને ટેંક તેમાં તણાઈ ગઈ. એવું કહેવાય છે કે આ ટેંકમાં તે વખતે કેટલાક જવાનો હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે