Home> India
Advertisement
Prev
Next

Mumbai Fire: 60 માળની બિલ્ડિંગમાં લાગી આગ, જીવ બચાવવા માટે લટકેલો માણસ પટકાયો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનું કામ કરી રહી છે. આ સમગ્ર ઘટના મુંબઇના કેરી રોડ વિસ્તારના માધવ પલવ માર્ગની છે

Mumbai Fire: 60 માળની બિલ્ડિંગમાં લાગી આગ, જીવ બચાવવા માટે લટકેલો માણસ પટકાયો

Mumbai Fire: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ લાગવાની ઘટના મુંબઇના કેરી રોડ વિસ્તારના માધવ પલવ માર્ગની છે. લગભગ 12 વાગ્યાની આસપાસ કરી રોડ વિસ્તારની અવિધ્ના પાર્ક બિલ્ડિંગના 19 માં માળ પર આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનું કામ કરી રહી છે. તો આગથી બચવા માટે એક વ્યક્તિ બિલ્ડિંગની બાલકની પર લટકતો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કરી રોડ વિસ્તારમાં અવિધ્ના પાર્ક બિલ્ડિંગ 60 માળની છે. બિલ્ડિંગના 19 માં માળ પર શુક્રવારના બપોરે અચનાક આગ લાગી હતી. ઝડપથી ફેલાયેલી આગ અને ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. જેની જાણ ફાયર વિભાગને આપવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર અવિન્ધા બિલ્ડિંગમાં આગ લાગવાની જાણકારી બપોર 12 વાગ્યાની આસપાસ મળી હતી.

કવચ કેટલું પણ ઉત્તમ હોય, જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે હથિયાર નાખવા જોઈએ નહીં: PM Modi

જણાવવામાં આવી રહ્યું છે કે, આગ 19 માં માળ પર લાગી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. જોત જોતામાં આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું. જોકે સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે એક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી લટકતા જોવા મળ્યો. જ્યારે જીવનમાં મુશ્કેલી આવી ત્યારે એક વ્યક્તિ બાલ્કનીમાંથી લટકી ગયો હતો અને ત્યારબાદ તે બાલ્કનીમાંથી નીચે પટકાયો હતો.

ડ્રગ્સ મામલે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે થઈ હતી વાત? વોટ્સએપ ચેટમાં થયો ખુલાસો

બાલ્કનીમાંથી લટકતા 30 વર્ષીય અરુણ તિવારીને તાત્કાલિક કેઈએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. અરુણ નીચે પડવાની ભયાનક ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More