Home> India
Advertisement
Prev
Next

અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ FIR દાખલ, કિસાનોને કહ્યાં હતા 'ખાલિસ્તાની'

પોતાના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ મુંબઈમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 

અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ FIR દાખલ, કિસાનોને કહ્યાં હતા 'ખાલિસ્તાની'

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. હાલમાં તેણે મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા આંદોલનને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે કિસાન આંદોલનને લઈને અન્નદાતાઓને કથિત રીતે ખાલિસ્તાની ગણાવ્યા હતા. તેના આ નિવેદનનો ખુબ વિરોધ થયો હતો. હવે તેના નિ વેદન વિરુદ્ધ મુંબઈમાં એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે. 

આ પહેલા શીખોના એક સંગઠને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં શીખ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાને લઈને એફઆઈઆર દાખલ કરવાની માંગ કરતા મુંબઈમાં એક ફરિયાદ નોંધાવી હતી. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી કંગનાને આપવામાં આવેલ પદ્મશ્રી સન્માન પરત લેવાનો આગ્રહ કર્યો હતો. 

ત્રણ કૃષિ કાયદા પરત લેવાથી નાખુશ કંગના રનૌત
કંગના રનૌતે હાલમાં પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર ત્રણ પોસ્ટ કરી છે. કંપનીએ પ્રથમ પોસ્ટમાં એક ટ્વીટના જવાબમાં લખ્યું- જો ધર્મ દુષ્ટતા પર વિજય પ્રાપ્ત કરે છે, તો તે તેને પોષણ આપે છે. જો દુષ્ટતા ધર્મ પર વિજય પ્રાપ્ત કરે છે તો તે દુષ્ટ બની જાય છે. ખોટાનો સાથ આપવો તમને પણ ખોટા બનાવી દે છે. મહત્વનું છે કે આ ટ્વીટમાં પીએમ મોદીના નિર્ણયનું સમર્થન કર્યું હતું. 

આ પણ વાંચોઃ ઓડિશામાં સ્કૂલ-કોલેજમાં કોરોના વિસ્ફોટ, 53 વિદ્યાર્થિનીઓ અને  22 વિદ્યાર્થીઓ કોવિડ-19 પોઝિટિવ  

ખાલિસ્તાની આતંકવાદી..
ત્યારબાદ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કંગના રનૌતે આગળ લખ્યું- ખાલિસ્તાની આતંકવાદીઓ આજે ભલે સરકારના હાથ મરોડતા હોય, પરંતુ તે મહિલાને ભૂલશો નહીં. એકમાત્ર મહિલા પ્રધાનમંત્રીએ તેને પોતાના જૂતા નીચે કચડી નાખ્યા હતા. તેણે આ દેશને ગમે એટલી તકલીફ આપી હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More