Home> India
Advertisement
Prev
Next

VIDEO : શરાબના નશામાં હેવાન બન્યો પિતા, 3 વર્ષના દીકરાને પટકીપટકીને માર્યો 

શરાબના નશામાં તેનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો

VIDEO : શરાબના નશામાં હેવાન બન્યો પિતા, 3 વર્ષના દીકરાને પટકીપટકીને માર્યો 

હૈદરાબાદ : શરાબના નશામાં લોકો શાનભાન ગુમાવી દેતા હોય છે. નશાની કુટેવને કારણે જિંદગીના મહત્વના સંબંધો પણ દાવ પર લાગી જાય છે. આવી જ ચોંકાવનારી ઘટના બની હૈદરાબાદમાં. 

હૈદરાબાદમાં એક વ્યક્તિએ શરાબના નશામાં પહેલાં પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો અને પછી પણ તેનો ગુસ્સો શાંત ન થયો તો પોતાના 3 વર્ષના દીકરાને પટકીપટકીને માર્યો. ન્યૂઝ એજન્સી ANIની તરફથી જાહેર કરાયેલા વીડિયોમાં આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ વીડિયોમાં દેખાય છે કે ગુસ્સે ભરાયેલો પિતા માતાના ખોળામાંથી બાળકને છિનવીને ઓટો સામે પટકીપટકીને મારે છે. 

માર પડવાને કારણે બાળક ચીકો પાડવા લાગે છે પણ તેની ચીસો ગુસ્સાને ઓછો નથી કરી શકતી. વીડિયોમાં જોઈ શકાય છે કે જે સમયે વ્યક્તિ બાળકને માર મારી રહી હોય છે ત્યારે બાળકની માતા તેમજ પાડોશીઓ તેને બચાવવાનો પ્રયાસ કરે છે. લોકોના સમજાવ્યા પછી પણ વ્યક્તિ બાળકને ઢોરમાર મારે છે. 

આ મામલો સામે આવ્યા પછી પોલીસે આ વ્યક્તિ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 324 અંતર્ગત મામલો રજિસ્ટર્ડ કર્યો છે. આ બાળકને બાળ કલ્યાણ સમિતીને સોંપી દેવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિ હજી પણ ફરાર છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપીની બહુ જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે. 

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More