Home> India
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઈક પર ફારુક અબ્દુલ્લાનું અત્યંત વિવાદાસ્પદ નિવેદન 

નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ બાલાકોટમાં આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયેલો ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે.

પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઈક પર ફારુક અબ્દુલ્લાનું અત્યંત વિવાદાસ્પદ નિવેદન 

નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ બાલાકોટમાં આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયેલો ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં ફાયદા માટે આપણે આપણું એક કરોડોનું વિમાન ગુમાવી દીધુ. આભાર માનો કે વાયુસેનાનો પાઈલટ બચી ગયો અને પાકિસ્તાનથી પાછો આવી ગયો. ફારુક અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે અમને પહેલેથી ખબર હતી કે પાકિસ્તાન સાથે સંઘર્ષ થશે. ચૂંટણી નજીક આવવાની હોવાથી એર સ્ટ્રાઈક કરાઈ. 

લોકસભા ચૂંટણી- સિંહ છે 'ચોકીદાર'...ભાજપ આ વખતે 2014 કરતા પણ વધુ બેઠકો જીતશે: CM યોગી

આ સાથે જ ફારુક અબ્દુલ્લાએ લોકસભા ચૂંટણી સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી નહીં કરાવવા બદલ પણ સવાલ ઉઠાવ્યાં. તેમણે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જ્યારે પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે અનુકૂળ માહોલ છે તો વિધાનસભા ચૂંટણી માટે કેમ નથી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્વક પૂરી થઈ. પૂરતી સંખ્યામાં સશસ્ત્રદળની હાજરી છે તો રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કેમ ન થઈ શકે?

fallbacks

વિધાનસભા ચૂંટણી ટાળવાની કરી ટીકા
આ અગાઉ જમ્મુ અને કાશમીરમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે નહીં કરાવવાની ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજ્યના પક્ષોએ રવિવારે આ નિર્ણયની આકરી ટીકા કરી અને કેન્દ્ર સરકારને સુરક્ષા હાલાત નહીં સંભાળી શકવા બદલ જવાબદાર ઠેરવી. નેશનલ કોન્ફરન્સ (એનસી) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ સંસદીય ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી ન થવા દેવા બદલ કેન્દ્રની આકરી ટીકા કરી. 

ભાજપ નથી ઈચ્છતો કે 3 રાજ્યોમાં અલ્પસંખ્યકો મત આપે: TMC નેતા

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીના ઉપાધ્યાક્ષ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન, આતંકવાદીઓ અને ભાગલાવાદીઓ સામે 'આત્મ સમર્પણ' કરી દીધુ છે. પૂર્વ મુખ્યમંમત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત લોકસભા ચૂંટણી કરાવવાનો નિર્ણય ભારત સરકારની ખરાબ દાનત દર્શાવે છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે જનતાને સરકાર નહીં ચૂંટવા દેવી એ લોકતંત્રના સિદ્ધાંત વિરુદ્ધ છે. 

જમ્મુ અને કાશ્મીરમાં 5 તબક્કામાં થશે મતદાન
ચૂંટણી પંચે રવિવારે કરેલી જાહેરાત મુજબ જમ્મુ અને કાશ્મીર સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પરંતુ સુરક્ષા કારણોસર જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી હાલ નહીં કરાવવામાં આવે. જમ્મુ અને કાશ્મીરમાં પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી કરાવવામાં આવશે. સુરક્ષા કારણોસર રાજ્યની અનંતનાગ લોકસભા બેઠક પર 3 તબક્કામાં મતદાન હાથ ધરાશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More