Home> India
Advertisement
Prev
Next

Jammu Kashmir: 'ભગવાન માત્ર હિન્દુઓના નહીં, તે બધાના ભગવાન છેઃ ફારૂક અબ્દુલ્લા

Jammu Kashmir News: ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે મારા પિતાને મળવા જિન્ના આવ્યા હતા, પરંતુ તેમણે તેની સાથે હાથ મિલાવ્યો નહીં. સાથે તેમણે કહ્યું કે, અમારી પાર્ટીએ ક્યારેય પાકિસ્તાનનો પક્ષ લીધો નથી. 

Jammu Kashmir: 'ભગવાન માત્ર હિન્દુઓના નહીં, તે બધાના ભગવાન છેઃ ફારૂક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) એ શનિવારે (19 નવેમ્બર) એક જનસભા દરમિયાન ભાજપ પર હુમલો કર્યો છે. સાથે તેમણે કહ્યું કે કેટલાક નેતા ધાર્મિક વિભાજન પેદા કરી પાર્ટીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. નોંધનીય છે કે ફારૂક અબ્દુલ્લાએ તાજેતરમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદેથી હટવાની જાહેરાત કરી હતી.

ફારૂક અબ્દુલલાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તે ચૂંટણી દરમિયાન હિન્દુ ખતરામાં છે નો ખુબ પ્રયોગ કરશે. પરંતુ હું તમને વિનંતી કરુ છું કે તમે તેનો શિકાર ન બનો. અબ્દુલ્લાએ કહ્યુ કે, ભગવાન રામ બધાના છે, માત્ર હિન્દુ ધર્મના લોકોના નથી. 

ક્યારેય પાકિસ્તાનનો પક્ષ નથી લીધો
અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના અખનૂર જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે કોઈ ધર્મ ખરાબ નથી, આ વ્યક્તિ છે જે ભ્રષ્ટ છે. અમારા પર સતત આરોપો લાગતા રહ્યાં પરંતુ અમે ક્યારેય પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો નથી. તેમણે કહ્યું કે નેશનલ કોન્ફરન્સે ક્યારેય પાકિસ્તાનનો પક્ષ લીધો નથી. જિન્ના મારા પિતાને મળવા આવ્યા હતા, પરંતુ અમે તેની સાથે જવાનો ઇનકાર કરી દીધો હતો. 

આ પણ વાંચોઃ દિલ્હી MCD ચૂંટણી પહેલા કવિ કુમાર વિશ્વાસને જાનથી મારવાની ધમકી, FIR દાખલ

સરકારે નોકરીનું વચન પૂરુ કર્યું નથી
ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોતાના વચન પૂરા કર્યાં નથી. આપણે અહીં 50 હજાર નોકરીઓનું વચન આપ્યું હતું, તે ક્યાં છે? આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને આપણા બાળકો બધા બેરોજગાર છે. આ એક રાજ્યપાલ તરફથી ન કરી શકાય, તમે તેને જવાબદાર ન ઠેરવી શકો તેથી ચૂંટણી મહત્વપૂર્ણ છે. 

ફરી એક થશે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ
જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો બહાલ કરવાની વકાલત કરતા અબ્દુલ્લાએ કહ્યુ કે તે સમય દૂર નથી જ્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ફરી એક થઈ જશે. 2019, ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 રજ્જ કર્યો હતો ત્યારબાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. તેમનું આ નિવેદન કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પ્રથમ ચૂંટણીની તૈયારી વચ્ચે આવ્યું છે. ચૂંટણી આગામી વર્ષની શરૂઆતમાં થવાની આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More