Home> India
Advertisement
Prev
Next

ટ્રેક્ટર પર સોફા, કુર્તો મલમલનો.... કેન્દ્રીય મંત્રીનો રાહુલ ગાંધી પર કટાક્ષ- આ પ્રદર્શન છે કે ટૂરિઝમ

કૃષિ કાયદા (Farms Laws)ના વિરોધમાં 'કિસાન બચાવો યાત્રા' દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા પંજાબના મોગામાં ટ્રેક્ટર રેલી (Tractor Rally) કરવાને લઈને નાગરિક વિમાન મંત્રી હરદીપ સિંહ પુરી (Civil Aviation Minister Hardeep Singh Puri)એ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું છે.
 

ટ્રેક્ટર પર સોફા, કુર્તો મલમલનો.... કેન્દ્રીય મંત્રીનો રાહુલ ગાંધી પર કટાક્ષ- આ પ્રદર્શન છે કે ટૂરિઝમ

નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Farms Laws)ના વિરોધમાં 'કિસાન બચાવો યાત્રા' દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા પંજાબના મોગામાં ટ્રેક્ટર રેલી (Tractor Rally) કરવાને લઈને નાગરિક વિમાન મંત્રી હરદીપ સિંહ પુરી (Civil Aviation Minister Hardeep Singh Puri)એ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું છે. હરદીપ સિંહ પુરીએ રાહુલ ગાંધીની ટ્રેક્ટર યાત્રા દરમિયાન લેવાયેલી એક તસવીર શેર કરતા કહ્યું કે, કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રદર્શન માત્ર એક પોલિટિકલ ટૂરિઝમ છે. તેમણે કહ્યું કે, ગાદીના સોફા પર બેસીને કોઈ પ્રદર્શન કરવામાં આવે નહીં, તેનાથી કોંગ્રેસનો ઇરાદો માત્ર કિસાનોને ફાયદાકારક સાબિત થનારા કૃષિ કાયદાઓ પ્રત્યે ગેરમાર્ગે દોરવાનો છે. 

હકીકતમાં રાહુલ ગાંધીએ કૃષિ કાયદાના વિરોધમાં ત્રણ દિવસની ટ્રેક્ટર રેલીની શરૂઆત રવિવારે મોગાથી કરી હતી. નાગરિક ઉડ્ડયનમંત્રી પુરીએ ટ્વીટ કરીને કહ્યુ, ટ્રેક્ટર પર રાખેલ ગાદીનો સોફો વિરોધ નથી. તે 'વિરોધનું પર્યટન' છે. ભાજપના તે વલણને દર્શાવે છે કે કોંગ્રેસનો વિરોધ માત્ર કિસાનોને ભ્રમિત કરવા માટે છે. પરંતુ કિસાન એટલા ભણેલા-ગણેલા અને બુદ્ધિમાન છે અને બધુ જોવે છે. કોંગ્રેસનો આ વિરોધ માત્ર રાજકીય અને અંગત સ્વાર્થથી પ્રેરિત છે. 

પેડેડ સોફા, મલમલનો કુર્તો, બ્રાન્ડેડ શૂઝ '
રેલીની તસવીરોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી ટ્રેક્ટર પર રાખવામાં આવેલ એક ક્રીમ કલરના સોફા પર બેઠા છે, જ્યારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ બીજી તરફ બેઠા છે. તો તસવીરમાં કોટ કરીને વિવિધ વસ્તુઓને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા રાહુલ ટ્રેક્ટર પર એક પેડેડ સોફા પર બેઠા છે જે તરફ કોટ કરીને લખવામાં આવ્યું છે 'સોફા' તો તેમના કુર્તાને કોટ કરીને લખવામાં આવ્યું છે 'મલમલનો કુર્તો' અને તેની પાસે રાખવામાં આવેલ પાણીની બોટલને કોટ કરીને લખવામાં આવ્યું, 'બિસલેરીનું પાણી' આ સિવાય તેમના બ્રાન્ડેડ શૂઝને લઈને પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. 

કૃષિ કાયદાથી કિસાનોને નુકસાન
રાહુલે મોગાની રેલીમાં આરોપ લગાવ્યો કે કૃષિ કાયદા દ્વારા સરકાર પાકનો ટેકાનો ભાવ સમાપ્ત કરી રહી છે, તેથી ખાનગી કંપનીઓને કિસાનોનું શોષણ કરવાની તક મળશે. પંજાબ-હરિયાણા જ નહીં દેશભરમાં કિસાન એમએસપી વગર ન રહી શકે. કોંગ્રેસ સરકાર આ ઇરાદાને સફળ થવા દેશે નહીં. પરંતુ સરકારનું કહેવાનું છે કે નવા કાયદા બાદ કિસાન કોઈપણ બજારમાં પોતાના પાકને કોઈ અંકુશ વગર વેંચી શકશે. 

'ષડયંત્ર હેઠળ ખરાબ કરવામાં આવી રહ્યો છે યૂપીનો માહોલ, 13 FIR દાખલ': ADG

નરેન્દ્ર મોદી કિસાનોને મારી રહ્યા છે, તેમનું ગળુ કાપી રહ્યા છે
કૃષિ કાયદાના વિરોધમાં કિસાન બચાવો યાત્રાના બીજા દિવસે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પંજાબના સંગરૂરમાં રેલી કરી. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર કૃષિ કાયદાને લઈને નિશાન સાધ્યુ હતું. રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદી કિસાનોને મારી રહ્યા છે, તેમનું ગળુ કાપી રહ્યાં છે. રાહુલે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ, બજારની સિસ્ટમ છે, તે સંપૂર્ણ ખરીદીની સિસ્ટમ છે, પીડીએસની સિસ્ટમ છે. આ સિસ્ટમમાં ખામી છે, હું પણ જાણુ છું, કોંગ્રેસ પણ માને છે. આ સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે. વધુ બજાર બનાવવાની જરૂર છે. એમએસપી પર ગેરંટી આપવાની જરૂર છે. કિસાનોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની જરૂર છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More